અકસ્માતે મૃત્યુ પામનારની સાસરે ગયેલી પુત્રી કલેઇમ મેળવવા હકદાર નથી, અશંત: ક્લેમ મંજૂર

કાર હડફેટે મૃત્યુ અંગે 90 લાખની માગણી સામે પત્નીને 6.05 લાખ વળતરનો ટ્રિબ્યુનલનો ચુકાદો

રાજકોટ જામનગર હાઇવે પર પડધરી પાસે ઉપર સાડા પાંચ વર્ષ પહેલા કારની હડફેટે ખેડૂતનું મૃત્યુ સંદર્ભે વારસદારો દ્વારા 90 લાખનું વળતર મેળવવા કરવામાં આવેલી અરજી રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા અંશત: મંજુર કરી રૂપિયા 6.05 લાખના વળતરનો હુકમ કર્યો છે.

ઉપરોક્ત કેસમાં પડધરીનાં  સવજીભાઈ ઉર્ફે સવાભાઈ છગનભાઈ તા.25/04/16ના રોજ રાજકોટ – જામનગર હાઈવે પર પોતાના મજૂરો માટે વાડીએથી ચા પાણી લેવા જતા હતા ત્યારે  કાર નં. જી.જે.10 એપી 7494ના ચાલકે  હડફેટે લેતા તેઓનું મૃત્યુ થયું હતું. તેથી ગુજરનારના વારસદારો, ગુજરનારની પત્નિ વસંતબેન સવજીભાઈ, ગુજનારના પુત્ર હરેશ સવજીભાઈ અને ગિરીશ સવજીભાઈ તથા પરિણીત પુત્રી ઉષાબેન સવજીભાઈ મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ રાજકોટમાં કુલ રૂા.90 લાખ વળતર મેળવવા અરજી દાખલ કરી હતી.

તેમાં અકસ્માત સર્જનાર મોટરની વીમાકંપની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કં.ના એડવોકેટે પોલીસ પેપર્સ અને સાક્ષીની જુબાની પરથી રજૂઆતો, દલીલો બાદ  ટ્રિબ્યુનલે ઠરાવેલ કે, કારના ચાલકે 20 ફુટ દૂરથી બ્રેક મારેલ છે, તેવું રેકર્ડ ઉપર સ્પષ્ટ છે, આથી ગુજરનારની બેદરકારી 10% ક્ધસીડર કરવી જોઈએ.  ટ્રિબ્યુનલ સમક્ષ એડવોકેટ પંકજ દેસાઈએ દલીલ કરેલ કે, ચાર અરજદારો પૈકી માત્ર પત્ની વસંતબેન જ ગુજરનાર સવજીભાઈના આધારિત હતા. આથી ગુજરનારની આવકમાંથી 50% રકમ અંગત ખર્ચની બાદ કરવી જોઈએ.

બાદમાં  ટ્રિબ્યુનલે ઠરાવેલ છે કે, ગુજરનારે  મજુરી કામનું પેમેન્ટ ચુકવેલ હોય તેના કોઈ આધારો રેકર્ડ ઉપર રજૂ થયેલ નથી, આથી ગુજરનારની વાર્ષિક આવક 12 લાખ હોવાનું માની શકાય તેમ નથી અને આ સંજોગોમાં ગુજરનારની માસિક આવક રૂા.8,133/ વધુમાં વધુ લઘુતમ વેતન મુજબ ગણી શકાય અને ગુજરનારની ઉંમર 56 વર્ષથી વધુ હોય 10 % પ્રોસ્પેકટીવ આવક ગણી શકાય, તેમ ઠરાવી ટ્રિબ્યુનલે રૂા.90 લાખના બદલે વળતરના કુલ રૂા.6,05,776 9% વ્યાંજ સાથે મંજુર કરેલ છે.આ કેસમાં વીમા કંપની વતી ધારાશાસ્ત્રી પી.આર. દેસાઈ, સુનીલ વાઢેર અને સંજય નાયક રોકાયા હતાં.

Leave a Comment