આકાશમાં બાળકનો જન્મ: માતા-બાળની સંભાળ માટે 210 મુસાફરો સાથેની ફલાઈટ ડાયવર્ટ કરાઈ

લંડનથી કોચી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં અધુરા માસે મહિલાની પ્રસુતિ; મેડિકલ સુવિધાની જરૂર પડતા અધવચ્ચેથી જ વિમાને ફ્રેન્કફૂટમાં ઈમરજન્સી લેન્ડીંગ કર્યું

ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે કે ફ્લાઈટમાં બાળકનો જન્મ થયો હોય…. ગઈકાલે વધુ એક આવો કિસ્સો એર ઇન્ડિયાની લંડન-કોચી ફ્લાઈટમાં બન્યો હતો. એટલું જ નહીં ઉડાન દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપતા મેડિકલ સુવિધાની જરૂર પડતા 210 મુસાફરોની ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. જર્મનીના ફ્રેન્કફર્ટ ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

લંડનના સ્થાનિક સમય અનુસાર બપોરે 1.21 વાગ્યે (સાંજે 6.51 વાગ્યે) બે ડોક્ટરો અને ચાર નર્સએ ફ્લાઈટમાં બાળકનો જન્મ કરાવ્યો હતો. આ માટે ફ્લાઇટના કેબિન ક્રૂએ પણ મદદ કરી. આ સમયે  વિમાન ભારતીય સમુદ્રી માર્ગમાં આવતા બ્લેક સી પરથી પસાર થઈ રહ્યું હતું. નવજાત  બાળક અને માતાને તબીબી સંભાળની જરૂર હોવાથી, એરલાઇન્સે ફ્રેન્કફર્ટના નજીકના એરપોર્ટ પર જવાનું નક્કી કર્યું અને તે દિશામાં વળ્યું. વિમાન રાત્રે 11 વાગ્યાની આસપાસ ફ્રેન્કફર્ટમાં ઉતર્યું હતું અને બાળક ને માતાને હોસ્પિટલે ખસેડયા.

AIના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું કે બે ડોકટરો અને ચાર નર્સોની ટીમે ડિલિવરીમાં મદદ કરી.તમામ ઓનબોર્ડ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બે ફર્સ્ટ-એઇડ કીટ અને એક ફિઝિશિયનની કીટનો ઉપયોગ કરાયો. ગર્ભવતી મહિનાને સાતમો મહિનો ચાલી રહ્યો હતો. હાલ બાળક અને માતા બંનેની હાલત સ્વસ્થ છે. મહિલા, નવજાત અને તેની સાથે મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ ફ્રેન્કફર્ટમાં ઉતર્યા છે.

વિમાનમાં 210થી વધુ મુસાફરો સવાર હતા જેમાં 193 અર્થતંત્ર અને 11 બિઝનેસ ક્લાસના મુસાફરોનો સમાવેશ થાય છે. તેમણે કેબિનેટ ગ્રુપ અને અન્ય સ્ટાફની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે અમે હંમેશા આર્થિક બાબતોને પર કરીને માણસાઈ અને માનવની મદદ માટે વિચારીએ છીએ. એર ઇન્ડિયા સાથે લાંબા ગાળાથી જોડાયેલા એક કર્મચારીએ કહ્યું કે આ બનાવ એવા ટાઇમે બન્યો છે કે હમણાં જ એર ઇન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રુપ બન્યું છે અને આ સમયે નવજાત શિશુનો અમારી ફ્લાઇટમાં જન્મ એક સારું પરિબળ અને સારી વાત છે. આ નવી શરૂઆત એક સારા પરિબાળથી થઈ છે.

Leave a Comment