આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ: ગરબો બ્રહ્માંડનું પ્રતિક હોવાથી તેને ફરતે પ્રદક્ષિણા કરાય છે

કાઠિયાવાડની સંસ્કૃતિ સાથે ભારતીય સંસ્કૃતિમાં સળંગ નવ દિવસનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી જે આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીમાં લેવાતા દાંડીયા રાસ સમગ્ર વિશ્ર્વમાં જાણીતા બન્યા છે. ત્યારે કાઠિયાવાડી સંસ્કૃતિના આભુષણસમા પ્રાચિન-અર્વાચીન દાંડીયા રાસ આ વર્ષે પણ ગત વર્ષની જેમ પુરા ઉલ્લાસ સાથે કોરોના મહામારીને કારણે ઉજવણીની રંગ ઓછી જોવા મળશે.

નવરાત્રીમાં પ્રાચિન ગરબીમાં ‘મા ના ગરબા’નું મહત્વ વધારે હોય છે. નવરાત્રીના નવ દિવસ અખંડ દિવો ગરબો અનેરૂ મહત્વ ધરાવે છે. ત્યારે ગરબા વિશે ઘણી વાતો જાણવા જેવી છે. ‘ગરબો’ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં 27 છિદ્ર હોય છે. જેમાં 9 છિદ્રની ત્રણ લાઈન એટલે કુલ 27 છિદ્ર થાય જે 27 નક્ષત્ર સાથે સામ્યતા ધરાવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોવાથી તેને ચાર વડે ગુણવાથી 108નો અંક મળે છે. ધાર્મિકતા અને આપણી પ્રાચિન પરંપરા કે પૂજન-અર્ચનમાં મહત્વ ધરાવે છે.

નવરાત્રીમાં મા ના ગરબાને મધ્યમાં રાત્રીને 108 વખત ગરબી રમવાથી કે ગોળ ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આજ કારણે આપણી આ ઉત્સવની પરંપરામાં ગરબા કે રાસ રમવાનું મહત્વ છે.

Leave a Comment