ઉપલેટા :ખ.વે.સંઘની બેઠકમાં જાહેરાત, RDC બેન્ક ખેડુત ખાતેદારોના પરિવારોને આપશે શિક્ષણ લોન

આરડીસી બેન્ક દ્વારા ખેડુત ખાતેદારના પરિવારને ઉચ્ચ શિક્ષણ, મેડિકલ સારવાર માટે નજીવા દરે લોન મળશે: ડિરેકટર હરિભાઇ ઠુંમર

ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. ની પ4મી વાર્ષિક સાધારણ સભા સંઘના અઘ્યક્ષની મુખય ઉ5સ્થિતિમાં યોજાઇ હતી. તેમાં વર્ષ 2020-21 ના હિસાબને બહાલી અપાઇ હતી તેમજ સંઘમાં વર્ષો સુધી સેવા આપનાર મેનેજર વય મર્યાદાને કારણે નિવૃત થતા તેઓનું સન્માન કરાયું હતું.

તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનાી પ4મી વાર્ષિક સાધારણ સભા સોશ્યલ ડિસ્ટન્સ સાથે સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયાના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી. તેમાં વર્ષ 2020-21 ના વાર્ષિક અહેવાલને બહાલી આપવામાં આવી હતી. તેમજ સંઘમાં વર્ષો સુધી સેવા આપનાર મેનેજરધીરુભાઇ આરદેશણા વય મર્યાદાને કારણે નિવૃત થતા તેઓનું સંઘ દ્વારા શાલ ઓઢાડી વિદાય માન અપાયું હતું.

આ સાધારણ સભામાં ઉ5સ્થિતિ આર.ડી.સી. બેંકના ડીરેકટર હરિભાઇ ઠુંમરે સંઘના સભાસદોને જણાવેલ કે એક સમયના સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા વિઠલભાઇ રાદડીયાએ ચિંધેલા માર્ગે પર ચાલીને આજ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના નેતૃત્વમાં આર.ડી.સી. બેંક હરણ ફાળ પ્રગતિ કરી રહી ે. આજે બેંક દ્વારા ખેડતોના હિતમાં નિર્ણયો લઇ રહી છે.

આ વાર્ષિક સાધારણ સભાની આભાર વિધી સંઘના ડીરેકટર દલપતભાઇ માકડીયા દ્વારા કરવામાં આવી હતી. જયારે સભાનું સંચાલન સંઘના નવ નિયુકત મેનેજર દિપકભાઇ ઠેસીયા, આરડીસી બેંક મેઇન શાખાના મેનેજર ભાવેશભાઇ પાદરીયા, ભાયાવદરઆરડીસી બેંકના મેનેજરરાજુભાઇ ઠુંમર દ્વારા કરવામાં આવેલ હતું. આ સભામાં સંઘના પ્રૅમુખ વલ્લભભાઇ સખીયા, ઉપપ્રમુખ લમણભાઇ સુવા આરડીસી.બેંકના ડિરેકટર હરિભાઇ ઠુંમર, ડિરેકટરો કિશનભાઇ સોજીત્રા, દલપતભાઇ માકડીયા, નરશીભાઇ મંગલપરા, જયંતિભાઇ બરોચીયા, ભોગીભાઇ અધેરા, ભીમાભાઇ ડાંગર, દિનેશભાઇ નારીયા, અજીતસિંહ વાઘેલા, છગનભાઇ  ગજેરા, ધીરજભાઇ પાદરીયા, સોનલબેન પીઠીયા જીતેન્દ્રભાઇ માકડીયા, નારણભાઇ ચંદ્રવાડીયા, અનિલભાઇ આડસણીયા, જીલ્લા પંચાયતના સભ્ય જેન્તીભાઇ બરોચીયા, વેપાર આગેવાન વિઠલભાઇ સોજીત્રા સહિત આગેવાનો સભાસદો હાજર રહ્યા હતા.

આ સભાને સફળ બનાવવા માટે સંઘના પ્રમુખ દિપકભાઇ ઠેસીયાની આગેવાની નીચે સંઘ સ્ટાફના કીર્તીભાઇ દલસાણીયા,રણમલભાઇ ગંભીર, મનસુખભાઇ આરદેરાણા, હરસુખભાઇ સોજીત્રા, અરવિંદભાઇ માવાણી,ડાર્વિનભાઇ વિરપરીયા, રવિભાઇ ગંભીર, રાજભાઇ વસોયા વિઠલભાઇ રાદડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

સંઘના મેનેજર વય મર્યાદાને કારણે નિવૃત થતા શાલ ઓઢાડી સન્માન કરાયું

તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં વર્ષો સધુ સેવા આપનાર મેનેજર ધીરજલાલ આરદેરાણા વય મર્યાદાને કારણે નિવૃત થતા તેઓને સંઘનાપ્રમુખ ડિરેકટરો સહિતનાઓએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

Leave a Comment