ઉપલેટા વોર્ડ નં.પની પેટા ચુંટણીમાં કોંગ્રેસનો ધીંગી બહુમતીથી વિજય: ભાજપ પાસેથી બેઠક આંચકી

ધારાસભ્ય વસોયાનો વટ અકબંધ

ચાણકયની રાજનિતી સામે ભાજપનું સંગઠન નબળુ પડયું: ‘આપ’ના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ

શહેરમાં વોર્ડ નં. પ ભાજપના મહિલા સદસ્યનું અવસાન થતા યોજાયેલી પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો ધીંગી બહુમતીથી વિજય થયો છે. જયારે આપના ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી પડી છે. આ ચુંટણીનું પરિણામ જોતા ભાજપનું સ્થાનીક માળખું નબળું પડયું છે.

શહેરમાં વોર્ડ નં. પ ની યોજાયેલી પેટા ચુંટણીમાં 43.54 ટકા જેવું કંગાળ મતદાન થયું હતું. ગઇકાલે ચુંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી  યોજાતા કુલ 2310 મત માંથી કોંગ્રેસના દક્ષાબેન વેકરીયાને 1098, ભાજપના વિલાસબેન સોજીત્રાને 885 અને આમ આદમી પાર્ટીમાં ઇલાબેન ગજેરાને 385 મત મળ્યા હતા. તેમાં આપના ઇલાબેન ગજેરાને ડિપોઝીટ ગુમાવાનો વારો આવ્યો છે.

જયારે ભાજપને બુથ નં. 1 અને ત્રણમાં લીડ મળી હતી. જયારે 2,4,5,6 અને 7 માં કોંગ્રેસને લીડ મળતા કોંગ્રેસના દક્ષાબેન વેકરીયાનો ર13 મતે વિજય થયો હતો. એકંદરે આ ચુંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અને રાજનીતીના ચાણકય ગણાતા લલીત વસોયાનો વટ અકબંધ રહ્યો છે.

વોર્ડ નં. પ ની પેટા ચુંટણી કોંગ્રેસના ધારાસભ્યમાં પ્રતિષ્ઠા નો દાવ લગાવી સતત ત્રણ દિવસ શહેરમાં ધામા નાખી કોંગ્રેસના ઉમેદવારને વિજય અપાવવામાં સફળ રહ્યા હતા. જયારે ભાજપના ઉમેદવારને ચુંટાવામાં સ્થાનીક ભાજપનું સંગઠન માળખું નબળું પડયું હતુ. વોર્ડ નં.પ ની બેઠક ભાજપ પાસે હતી તે કોંગ્રેસ આંચકી લેવામાં સફળ થઇ છે. ભાજપને આ ચુંટણી હારવા પાછળ સંગઠન ના હોદેદારોની મનમાની ભારી પડી ગઇ છે.

Leave a Comment