‘એ મેરે પ્યારે વતન’… રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની કઈક આ રીતે થશે ઉજવણી

ભારતની આઝાદીના 75માં સ્વતંત્રતા દિવસ એટલે કે અમૃત મહોત્સવની જ્યારે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ અને જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ કાર્યક્રમો, સ્પર્ધાઓ અને વેબીનારના આયોજન કરાયા છે. આ તમામ કાર્યક્રમો ઓનલાઈન હોવાથી જીલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તેમાં ભાગ લઇ દેશભક્તિ અને દેશપ્રેમના રંગમાં રંગાઇ જશે.

આ અંગે વધુ જણાવતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી.વી. મહેતા જણાવે છે કે એ મેરે પ્યારે વતન” શિર્ષક અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમોમાં દેશભક્તિ અંગે વક્નત્વ સ્પર્ધા, દેશભક્તિ ગાયન સ્પર્ધા દેશભક્તિ નૃત્ય સ્પર્ધા અને દેશભક્તિ વેશભૂષા જેવી વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર જીલ્લાની દરેક શાળાઓમાં તા. 15 ઓગષ્ટના દિવસે સવારે 08-30 થી 10-00 વાગ્યા દરમિયાન ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે.

આ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રોટરી ક્લબ સાથે મળીને રાષ્ટ્રધ્વજ રંગોળી સ્પર્ધાનું આયોજન પણ કરશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમની કલ્પનાશક્તિ અને કૌશલ્યના આધારે વિવિધ વસ્તુઓ સાથે આકર્ષક રંગોળી કરીને તેમની કલા કૌશલ્ય નું પ્રદર્શન કરશે. આ રંગોળી સ્પર્ધા દ્વારા વિશ્વ વિક્રમ રચાશે તેવી આશા સેવાય રહી છે.

તે ઉપરાંત તા. 15 ઓગષ્ટને રવિવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને  રામકૃષ્ણ આશ્રમના સંયુક્ત ઉપક્રમે ’લવ ઇન્ડિય વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ વેબીનારમાં લેફટનન્ટ જનરલ  આર.કે શર્મા, મેજર જનરલ  જી.ડી. બક્ષી, મેજર જનરલ  વી. ડી. ડોગરા, કેપ્ટન  રઘુરામન, કર્નલ  વ્યાસ અને રામકૃષ્ણ આશ્રમના પપૂ. સ્વામી  નિખિલેશ્વરાનંદજી આ દેશભક્તિના કાર્યક્રમમાં વકતવ્યો અને માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમમાં દરેક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં આપવામાં આવેલ લિક દ્વારા જોડાવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી.વી મહેતા અપીલ કરે છે.

આ સમગ્ર કાર્યક્રમોના સફળ આયોજન માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી. વી મહેતા, ઉપપ્રમુખ  અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી  પરીમલભાઈ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર  જયદિપભાઈ જલુ અને  મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ  ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ  જતિનભાઈ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય  અજયભાઇ પટેલના માર્ગદર્શનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave a Comment