ઓક્ટોમ્બર માસનો પ્રથમ દિવસ ક્યા રાશિના જાતકો માટે રહેશે શ્રેષ્ઠ ? કઈ કાળજી રાખવી જરૂરી ? જાણો આજનું રાશિફળ


મેષ રાશિફળ (Aries):  આજે શુભ ખર્ચ અને ખ્યાતિમાં વધારો થશે. આજે તમને દરેક જગ્યાએ અને ચારેય બાજુ વિજય પ્રાપ્ત થશે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત આજે તમારા ચહેરા પર સ્મિત લાવશે. સંબંધીઓ તરફથી પણ તમને સારા સમાચાર મળી શકે છે. આજે તમને શુભ પરિણામ મળી શકે છે. તમારી ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. સંતાનો તરફથી પણ જે ચિંતાઓ રહી હતી તે આજે ઉકેલાશે તેવી અપેક્ષા છે.

વૃષભ રાશિફળ (Taurus) :  આજે તમને ધંધામાં સતત લાભ થવાની સંભાવના રહેશે. તે જ સમયે વ્યાવસાયિક ભાગીદારો સાથે મુશ્કેલી થવાની સંભાવના પણ રહેશે. સાંજથી રાત સુધી નજીકમાં મુસાફરી થવાની સંભાવના છે. કાર્યરત લોકો માટે અચાનક મોટી ખુશીની સંભાવના છે. આર્થિક મામલામાં તમારા માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. તમે ઇચ્છો તો પણ રોકાણ કરી શકો છો.

મિથુન રાશિફળ (Gemini) :  આજે કોઈ બાબતે વધારે માનસિક તણાવ રહેશે. તમને બાળક તરફથી ચિંતા થઈ શકે છે. આ સિવાય કફના લીધે શારીરિક પીડા થવાની સંભાવના રહેશે. તેમ છતાં વ્યવસાયમાં નફો મળશે અને તમારી પત્નીના સંપૂર્ણ સહકારથી તમારું મનોબળ વધશે. આજે તમે સંતાન પક્ષને લઈને ચિંતિત રહેશો. બાળકની શારીરિક પીડાને કારણે તમે પરેશાન થશો.

કર્ક રાશિફળ (Cancer) :  આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. દુશ્મનોનું મનોબળ ઘટશે. સારી લોકો સાથે મિલાપ વધશે. વેપારીઓ અને ભાગીદારો તરફથી પણ વ્યવસાયમાં સારું વાતાવરણ રહેશે. સાંજથી મોડી રાત સુધી અચાનક મહેમાનોના આગમનને કારણે ખર્ચ વધુ થઈ શકે છે. આજે શારીરિક અને આર્થિક શક્તિ પ્રાપ્ત થશે. સારી ગુણવત્તાવાળા લોકો સાથે વધતા જોડાણને લીધે અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે. શ્રેષ્ઠ માર્ગોથી પર્યાપ્ત આવક થશે. પરંતુ ખર્ચ આવકના પ્રમાણમાં વધુ રહેશે.

સિંહ રાશિફળ (Leo) :  આજે તમારે સંયમનું પાલન કરવું જોઈએ. કોઈ બાબતે ભાઈ-બહેનો સાથે તણાવ થઈ શકે છે. વ્યવસાયમાં સાથીઓ સાથે સંકલનના અભાવે તમે અસ્વસ્થતા અનુભવો છો. વિરોધીઓ પણ આજે સક્રિય રહેશે, તેથી સાવધાન રહેવું. બીજા પર વધારે પડતો ભરોસો કરવાનું ટાળો. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું. આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે. માનસિક તણાવથી બચવા માટે ધૈર્ય અને નમ્રતાથી કાર્ય કરો.

કન્યા રાશિફળ (Virgo) :  આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. તમને પ્રિયજનોનું ઇચ્છિત સુખ અને ટેકો મળશે. સાંજથી રાત સુધી શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું, નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

તુલા રાશિફળ (Libra) :  આજે તમારા પ્રિયજનો અને સંબંધીઓને શારીરિક પીડા થઈ શકે છે. બિનજરૂરી વિવાદોથી આજે દૂર રહો. સાંજથી મોડી રાત સુધી તમને પરિવારના સભ્યો સાથે મુસાફરીનો આનંદ મળશે. શુભ ખર્ચ સાથે તમારી ખ્યાતિ વધશે. કોઈપણ અધૂરા કામ પણ આજે પૂરા થઈ શકે છે. જે અવસર તમારા હાથમાંથી સરકી ગયા હતા તેના અંગે વિચાર કરવો માત્ર તમારી ઇચ્છા શક્તિને નષ્ટ કરી શકે છે. પોતાની સ્કિલ્સ અને કોશિશ દ્વારા નવા અવસર કઈ રીતે ઊભા કરી શકાય છે તે વાત ઉપર ધ્યાન આપવાની કોશિશ કરો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) :  જો તમે નોકરી કરો છો તો આજે તમારા કામ અને અધિકારોમાં વધારો થશે. જેને કારણે આસપાસના અન્ય સાથીદારોમાં વધતી કડવાશને કારણે મુશ્કેલી આવી શકે છે. તમારો અધિકાર અને ગુસ્સાવાળો વ્યવહાર તમારા કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે. એટલે તમારા આક્રમક સ્વભાવ અને ગુસ્સા ઉપર કાબૂ રાખવું જરૂરી છે. ભાઈઓ સાથે કોઈ નાની વાતને લઈને મતભેદ થઈ શકે છે.

ધન રાશિફળ (Sagittarius) :  રાત્રે કોઈ આધ્યાત્મિક સભામાં જવાની તક મળશે. તમે તમારી અંદર ભરપૂર ઊર્જા અને આત્મબળનો સંચાર અનુભવ કરશો. અન્ય લોકોના નિર્ણયની જગ્યાએ પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો, તમને ચોક્કસ સફળતા મળશે. વારસાગત સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેનો ઉકેલ મેળવવા માટે યોગ્ય સમય છે.

મકર રાશિફળ (Capricorn) :  સ્થળ પરિવર્તનનો સંદર્ભ મજબૂત અને સ્થાપિત થશે. નાણાકીય લાભ થશે, પરંતુ લાભ કરતાં વધારે ખર્ચને કારણે ઉદાસ રહેશો. દુશ્મન તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે, સાવચેત રહો. જૂની વાતોને પાછળ રાખીને નવા કામની શરૂઆત નવી ઊર્જા સાથે કરવાની જરૂરિયાત છે. ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓની અસર ઓછી થતી જોવા મળી શકે છે. ભૂતકાળ પ્રત્યે રાખેલો નકારાત્મક દૃષ્ટિકોણ અને ગુસ્સો તમારા માટે નુકસાનદાયી રહેશે.

કુંભ રાશિફળ (Aquarius) :  દિવસ થોડો વ્યસ્ત રહેશે, તેમ છતાં તમે કાર્યથી સંતુષ્ટ થશો. ધંધામાં લાભની સ્થિતિ સારી રહેશે. જો તમારા પૈસા ક્યાંક અટક્યા છે તો તે મળવાની સંભાવના રહેશે. આળસના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. એટલે પોતાની ઊર્જા અને કાર્યક્ષમતાને જાળવી રાખો. આર્થિક મામલે કોઈપણ નિર્ણય ધ્યાન પૂર્વક લેવો નહીંતર કોઈ પ્રકારની ભૂલ થવાની શક્યતા છે.

મીન રાશિફળ (Pisces) :  આજે તમને તમારા પ્રિયજનો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામ તથા મનોરંજનના કાર્યક્રમોમાં પણ સમય પસાર થશે. બાળકોને કોઈ સફળતા મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે

Leave a Comment