કચ્છના સુપ્રસિધ્ધ માતાના મઢ ખાતે નવરાત્રી પર પતરી વિધિ મહારાણીને કરવા કોર્ટનો હુકમ

કચ્છના સુપ્રસિધ્ધ યાત્રાધામ નવરાત્રીની માતાના મઢ ખાતે મહારાવ પ્રાગમલજીને પૂજાવિધિ વખતે તકલીફ થતાં તેમની સાથે રહેલા જુવાનસિંહ જાડેજાને બાકીની પતરી વિધિની પૂજા કરવા જણાવેલ જેનો માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ વિરોધ કરતા મામલો કોર્ટમાં ગયો હતો. જેમાં ભુજની કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપી મહારાણી પ્રતીદેવી પતરી વિધિ જાતે કરે તેવો હુકમ ર્ક્યો છે.

આ સમગ્ર કેસ તો, 26/09/2009ના રોજ 3, મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમ્યાન પતરી વિધિની પૂજા માટે માતાનો મઢ ગયેલા. તે સમયે ચાચરા કુંડ મધ્યે જતાં પગથિયા ચડતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ તેવી. પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોતાં તેમની સાથે રહેલ જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવેલ, તે સમયે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા દ્વારા આ વિધિ કરતી તેમને રોકેલ અને તેથી સૈકાઓથી ચાલી આવતી તે પતરી વિધિ સંપન્ન થયેલ નહી.

ત્યારબાદ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં દિ.દા.નાં.49/10વાળો પોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ નોધાવેલ, જે દાવામાં. ત્યારબાદ હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા પણ પ્રતિવાદી તરીકે પાછળથી દાખલ થયેલા.

ત્યારબાદ દયાપરની કોર્ટમાં આ દાવો તબદિલ થયેલ અને દયાપરની કોર્ટ દ્વારા તા.06/03/2018ના રોજ ચુકાદો આપેલા અને આ ચુકાદા મુજબ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કર સ્વ. રાજવી મહારાવ મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવેલ અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતામાં આ પતરી વિધિ રાજવી કુળના વંશાકમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી રાકશે તેવું ઠરાવેલ તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ મનાઈ હુકમ ફરમાવેલ.

આ હુકમના સંદર્ભમાં દયાપર કોર્ટે એવું ઠરાવેલ કે, અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પતરી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી. નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકો તેટલા પૂરતું હુકમ યોગ્ય ન હોતાં સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા ભુજની કોર્ટમાં 2.દિ.એ.નાં.પરર1 વાળી કરેલ અને આ જ હુકમને હનુવંતસિંહ મદનસિંહ જાડેજા દ્વારા પણ દિ.2.અ.નાં.58/19થી પડકારેલ, દયાપર કોર્ટના હુકમને બાકીનો પક્ષકારોને પડકારેલ નહી. ત્યારબાદ હનુવંસિંહજી મદનસિંહ જાડેજા દ્વારા પોતે કરેલ અપીલ પાછી ખેંચલ, દરમ્યાન સ્વ.મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છએ દાખલ. થવા અરજી કરેલ, જે કોર્ટે મંજૂર કરેલ.

ત્યારબાદ પક્ષકારોને સાંભળી ભુજના દેશમાં અધિક ડિસ્ટ્રીકટ જજ દ્વારા તા.20/09/ર011ના ચુકાદો આપી અપીલ અંશત: મંજુર કરી અને ઠરાવેલ કે, આ પતરી વિધિ મહારાણી પ્રીતિદેવી ઓફ કરછુએ જયાં સુધી પોતે હયાત હોય ત્યાં સુધી જાતે કરે તથા આ વિધિ અન્ય કોઈને ટ્રાન્સફર ન કરવાનું ઠરાવેલ તથા તમામ પ્રતિવાદીઓ વિરૂધ્ધ મનાઈ હુકમ ફરમાવેલ છે. કોર્ટ દ્વારા એ પણ નોધ્યું છે કે, હનુવંતસિંહ જાડેજા દ્વારા આ ચામર તથા પતરી વિધિમાં છેલ્લા 30 વર્ષથી ભાગ લીધો નથી.

વધુમાં જણાવેલ છે કે, તેમનો આ વિધિ માટે કોઈ અધિકાર પણ નથી. આ ચુકાદામાં કોર્ટ દ્વારા પ્રતિપક્ષની એ પ્રકારની દલીલ કરેલ કે, મહિલાઓ આ પ્રકારની પતરી વિધિ કે પૂજા કરી શકે નહીં તે અંગે ટીપ્પણી કરતા જણાવેલ કે, આ સાંભળીને કોર્ટને ખુબ જ શોક લાગેલ છે. વધુમાં કોર્ટે એવું પણ નોધલ તથા તારણ આપેલ કે, હાલમાં જયારે જેન્ડર ભેદ રહ્યો નથી.

સમગ્ર મહિલા જગતને સન્માન આપતો ઐતિહાસિક ચુકાદો

હું ન્યાયતંત્રની આભારી છું કે, સમગ્ર મહિલા જગતને સન્માન આપતો ચુકાદો આપેલ છે. આ કેસમાં હું મહિલા તરીકે પક્ષકાર હતી તથા તેમાં આ પ્રકારના ચુકાદામાં હું નિમિતિ બની છું જે મહિલા તરીકે મારા જીવનની એક શ્રેષ્ઠ ઘટના છે અને આનંદદાયક સમાચાર છે. માં આશાપુરાના આર્શીવાદ તથા સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છના આર્શીવાદથી આ શકય બનેલ છે.

ન્યાયતંત્ર દ્વારા મહિલાની સમાનતા બાબતે વ્યકત કરેલ વિચારોને સાચી દિશામાં વેગ મળે તે માટે કટીબધ્ધ છું તથા મારા પૂરતા પ્રયત્નો રહેશે. હું તમામ મહિલા જગતને, મહિલા પ્રતિનિધિઓને આ બાબતે આગળ ધપાવવા અનુરોધ કરૂ, હું મીડીયાના લોકોની આભારી છું. તેઓ હંમેશા સત્ય સાથે રહે છે તથા મહિલા સમાનતા બાબતે પણ તેઓ યોગ્ય પ્રચાર પ્રસાર કરશે તેવી તેવી આશા રાખું છું.

મહારાણી પ્રીતીદેવીનો સંદેશ

હું ન્યાયતંત્રની આભારી છું. જેમણે સમગ્ર મહિલા જગતને સન્માન આપતો ચુકાદો આપેલ. મને ખૂબજ આનંદ છે કે આ કેસમાં હું મહિલા તરીકે પક્ષકાર હતી તથા આ પ્રકારના ચુકાદા માટે હું નીમીત બની છું. માં આશાપુરાના આર્શીવાદ તથા સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છના આર્શીવાદથી આ પ્રકારનો ચુકાદો શકય બનેલ છે. મારા જીવનની આ એક સર્વશ્રેષ્ઠ ઘટના છે તથા મારા માટે આનંદદાયક સમાચાર છે. ન્યાયતંત્ર દ્વારા મહિલા સમાનતા માટેના કરેલ વિચારને આગળ ધપાવવા હું કટીબધ્ધ છું.

Leave a Comment