કચ્છ જીલ્લામાં 393 ગામોમાં પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

હાલની કોરોના મહામારીથી મુકિત અપાવવા સંપુર્ણ ભારતમાં રસીકરણ મહાઝુંબેશ ચાલી રહી  છે. કચ્છ  જીલ્લા  મધ્યેક કોરોના સુરક્ષાચક્ર મજબુતીકરણ માટે કોવિડ-19 રસીકરણ સુપર મેગા ડ્રાઈવનું વારંવાર આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત  માટે કોવેક્સિન તેમજ કોવીશિલ્ડ 400 થી વધુ રસીકરણ સ્થળો પર સમગ્ર દિવસ દરમિયાન લાભાર્થીઓને કુલ પ્રથમ ડોઝમાં 13,17,978 અને બીજો ડોઝ 4,81,138 આમ કુલ પ્રથમ તેમજ દ્વિતીય મળીને હાલમાં 1799116 ડોઝનો વપરાશ કરવામાં આવેલ છે.

સમગ્ર જીલ્લામાં અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝથી રક્ષિત કરવામાં આવેલ છે. કલેકટર પ્રવિણા ડી.કે અને જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના સતત માર્ગદર્શન મુજબ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢક તેમજ તેમની સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા સતત મહેનત કરી રહી છે. આ દિવસો દરમ્યાન સમગ્ર કચ્છ જીલ્લામાં 400 થી વધારે સ્થળો પર રસીકરણ કામગીરી ચાલુ રાખવામાં આવેલ હતું. એક દિવસમાં 48197 કોવીડની રસીના ડોઝ  આપવામાં આવેલ છે.

એક જ દિવસમાં 63,323 કોવીડની રસીના ડોઝ  આપવામાં આવ્યું હતું.તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર,સી.ડી.પી.ઓ, તલાટી કમ મંત્રી પંચાયત, તલાટી કમ મંત્રી રેવન્યુ,  ફીમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, સી.એચ.ઓ.,આંગણવાડી કાર્યકર, આશા બહેનો, સરપંચ, જન પ્રતિનિધીઓ, જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષા અધિકારી, કર્મચારીઓ તેમજ શિક્ષણ વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર સહીતના તમામ વિભાગોના સંકલનથી સુંદર કામગીરીમાં થયેલ છે.

તેમજ તેઓના તમામ સ્ટાફ, આર.બી.એસ.કે. ટીમ, સામાજીક સંસ્થાઓ, પોલીસ, હોમગાર્ડ વગેરેનો ખુબ જ મહત્વેનો ફાળો રહયો છે. દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન દ્વારા લોકોને રસીકરણ વિશે માહીતગાર કરવામાં આવેલ. જીલ્લા સ્તરના આરોગ્યાના તેમજ આઈસીડીએસના અધિકારીઓ દ્વારા સપોર્ટીવ મોનીટરીંગ કરવામાં આવેલ. આમ સૌના ટીમ વર્ક થકી જ આ વિક્રમજનક કામગીરી થયેલ છે.

નોડલ અધિકારી રાપર ડો. પી.એન.કન્નર એડીએચઓ ભુજ, ડો. મુન્દ્રા,  ડો. મનોજ દવે,  ડી.ટી.ઓ., ભુજ ભાવિન ઠકકર આરબીએસકે નોડલ ગાંધીધામ, અબડાસા જે.એ. ખત્રી આર.સી.એચ.અધિકારી ભુજ, નખત્રાણા ડો. કેશવકુમાર, ઈ.એમ.ઓ., ભુજ, લખપત-ડો. અમીન અરોરા, ડી.કયુ.એ. એમ.ઓ., ભુજ, ગાંધીધામ, અંજાર -ડો. ભવર પ્રજાપતિ, ડી.પી.સી. આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપે કોરોના વેકસીનેશનની કામગીરી સમયબધ્ધ રીતે સુચારી રીતે પાર પડે તે હેતુથી 10 તાલુકાઓમાં નોડલ ઓફીસરોની નિમણુંક કલેકટર દ્વારા હુકમ કરવામાં આવેલ.

ભુજ અતિરાગ ચપલોત (I.A.S) મદદનીશ કલેકટર ભુજ, અંજાર વી.કે. જોશી, પ્રાંત અધિકારી અંજાર, ગાંધીધામ આસ્થા સોલંકી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, જિ.પં. કચ્છ ભુજ, રાપર- કલ્પેશ કોરડીયા, નાયબ કલેકટર, સ્ટેમ્પ  ડયુટી મુલ્યાંકન તંત્ર, ભુજ, (1) ચિત્રોડ (ર) ગાગોદર (3) આડેસર : બી.એન. પ્રજાપતિ, જીલ્લાટ શિક્ષણ અધિકારી ભુજ-કચ્છ નિમણૂંક કરાય છે.

Leave a Comment