કેશોદ: કચરાનો ઢગલો સળગાવવા જતાં ભીષણ આગ ભભૂકી, ફાયર ફાઈટર દ્દોડયા

કેશોદ, જય વિરાણી

કેશોદના આનંદ એપાર્ટમેન્ટ પાસે છેલા કેટલાય મહિનાઓથી કચરાના ઢગલાના પ્રશ્ન અંગે લોકોએ ઘણી વાર તંત્રને જાણ કરી છે. આ વાત અંગે જ આજે કેશોદ સામે આવ્યું હતું ત્યારે આજે આ ઢગલા પર કોઈ ટીખળ વ્યક્તિએ આગ લગાડતાં પવનને કારણે આગ બેકાબુ બનતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ બોલાવી હતી અને આગ કાબૂમાં આવી ગઈ હતી.

આ જ્ગ્યા કેશોદ જલારામ મંદિર પાસે આવેલી છે. નગરપાલિકા એ પ્રિમૌનસુમ કામગીરી કરેલ કચરાના ઢગલા પડીયા હતા અને આ કચરો સુકાય ગયેલ હોવાથી કોઈએ તેમાં આગ લગાડી હોવાનું લોકોનું માનવું છે, જ્યારે બીજી બાજુ પી. જી. વી. એલ. નું મોટું સબ સ્ટેશન આવેલ હતું અને તેની આજુબાજુ એપાર્ટમેન્ટ અને રહેણાંક મકાનો આવેલ હતા જો આ આગ સબ સ્ટેશન સુધી પહોંચી હોયતો મોટી દુર્ઘટના સર્જાઈ હોત ? પરંતુ સમયસર લોકો એ ફાયર બ્રિગેડના જવાનો ને જાણ કરી દેતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ બંબા સાથે આવી આગ બુઝાવી હતી અને હાલમાં આગ થી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી પરંતુ નગરપાલિકા ની બે જવાબદાર હોવાનું તે વિસ્તારના લોકો એ જણાવ્યું હતું. આગ કાબૂમાં આવી જતાં વધુ નુકસાન થયેલ નહોતું.

Leave a Comment