કોરોનાથી બચાવવા બાળકોને પૌષ્ટિક આહાર આપો

અબતક, જીતેન્દ્ર આચાર્ય , ગોંડલ- કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય ફિલ્ડ આઉટરીય બ્યુરો, જુનાગઢ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી કૌવિડ-19 જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોવિડ-19 રસીકરણ અભિયાન તેમજ કોવિડ-19 જાગૃતતા અભિયાન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં ગોમટા પીએચસીના મેડીકલ ઓફિસર ડો.યશપાલ,  તાલુકા સંકલીત બાળ વિકાસ કેન્દ્રના સીડીપીઓ ઇન્દુબેન આસોદરીયા, તાલુકા વિસ્તરણ અધિકારી અનુરાગ પરમાર તેમજ પાડીદડ ગામના સરપંચ શ્રીમતી વિજયાબેન ઢોલની ઉપસ્થિતિ રહી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો,જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમનો હેતું લોકો કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા જાગૃત બને,  અને એ પ્રકારે સુરક્ષીત રહે તે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોવિડ-19 વિશે જાણકારી સાથે તેનાથી બચવાના ઉપાયોની માહિતી મળે તેમજ કોવિડ-19 રસી વિશેની ગેરસમજ કે ગેરમાન્યતાઓ દૂર થાય અને લોકો રસી લઇ કોરોના સામે રક્ષણ મેળવે તે માટે આ જાગૃતતા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે રસીએ કોરોના સામે રક્ષણ મેળવવા આપણુ સુરક્ષા કવચ છે તો આપણા સૌની સતર્કતા અને જાગૃતતા એ કોરોના સંક્રમણ ને અટકાવવાનો કારગર ઉપાય છે

મેડીકલ ઓફિસર ડો.યશપાલે કૌવિડ-19 મહામારી સામે લડવા અને આવનાર સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા સરકારના આરોગ્ય વિભાગની તૈયારીઓની માહિતી આપવાની સાથેસાથે જણાવ્યું કે આરોગ્ય વિભાગ અને આરોગ્યકર્મીઓ તો કોરોનાને હરાવવા સજ્જ છે પરંતુ કોરોના સામેની લડાઇને જીતવા દેશના તમામ લોકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે.

સીડીપીઓ  ઇન્દુબેને કોરોના સંક્રમણથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબત પર ભાર મૂકતા જણાવ્યું કે સંભવીત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધુ થવાની સંભાવવા વ્યક્ત થઇ રહી છે ત્યારે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમને પોષ્ટીક આહાર આપવો ખૂબ જરૂરી છે. સરકારની કોવિડ માર્ગદશીકાના પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતાં. કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સભ્યો, આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Leave a Comment