કોસ્ટલ શિપિંગ સર્વિસના ગ્રીન ફ્રેઇટ કોરિડોર-2ને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની લીલી ઝંડી આપી શરૂ કરી

દેશના પોર્ટ, શિપિંગ અને વોટરવેયઝ મંત્રાલયે દરિયાકાંઠાના વેપારને વેગ આપવા અને દેશના નાના બંદરોને મોટા બંદરો સાથે જોડી બિઝનેસમાં વધારો કરવાની યોજના અંતર્ગત વધુ એક સફળતા મળી છે. દરિયાકાંઠાના વેપારને પ્રોત્સાહન આપવા અને ખર્ચ-અસરકારક અને કાર્યક્ષમ ઇન્ટરમોડલ અને મલ્ટિમોડલ ગ્રાહક ઉકેલો પ્રદાન કરવા માટે દેશના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે મોટા બંદરો અને નાના બંદરો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પ્રાથમિક્તા આપી છે. જેથી અંતરિયાળ વિસ્તારના વેપાર અને ઉદ્યોગોને દરિયાઇ કનેક્ટિવિટીની મદદ મળશે અને માર્ગ અને રેલવે પર ભીડ ઓછી થશે ઉપરાંત લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો પણ થશે.

આ દિશામાં એક વધુ એક પગલા તરીકે, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય પ્રધાન (I/C), મનસુખ માંડવીયાએ કોસ્ટલ શિપિંગ સર્વિસ “ગ્રીન ફ્રાઇટ કોરિડોર -2” ના પ્રથમ પ્રવાસ કોચિન બંદરથી બેપોર અને અઝીકલ બંદરના લોડિંગ ઓપરેશનનું લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કર્યું છે.

ગ્રીન ફ્રેઇટ કોરિડોર સર્વિસ મુંબઇના જે.એમ બક્ષી ગ્રૂપની કંપની રાઉન્ડ ધ કોસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. આ સેવા કોચી-બાયપોર-અઝિકલને જોડશે, થોડા સમય બાદ આ સેવામાં કોલ્લમ બંદરને પણ ઉમેરવામાં આવશે. જે.એમ. બક્ષી આ સેવા માટેના જનરલ એજન્ટ છે. આ જહાજ અઠવાડિયામાં બે વાર કોચિન બંદર પરથી ઉપડશે અને બાયપોર અને અઝિકલના બંદરોમાં એક્ઝિમ અને કોસ્ટલ બોક્સને ફીડર આપશે.

આ સર્વિસ અંતર્ગત ગુજરાતથી કોચીન જે ચીજવસ્તુઓ મોકલવામાં આવશે તેમાં ચોખા, ઘઉં, મીઠું, બાંધકામ સામગ્રી, સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ કાર્ગો કોચિનથી રિટર્નમાં પ્લાયવુડ, ફૂટવેર, કાપડ, કોફી વગેરેનું વહન કરવામાં આવશે. કન્ટેનરોના દરિયાકાંઠાના શીપીંગને પ્રોત્સાહન આપવા માટે, કોચિન બંદર નદી સમુદ્રના જહાજો માટે વહાણ સંબંધિત ખર્ચમાં 50% છૂટ આપવામાં આવી છે.

Leave a Comment