ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા ‘વર્લ્ડ હાર્ટ ડે’ની અનોખી ઉજવણી

વિશ્ર્વ હૃદય દિવસ પર સાઈકલોથોનનું ઉત્સાહ ભેર આયોજન: ડિસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણા અને રોટરી કલબના સભ્યો સહિત રાઈડરોએ ઉજવ્યો
વર્લ્ડ હાર્ટ ડે

29મી સપ્ટેમ્બર એટલે વિશ્ર્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ક્રાઈસ્ટ હોસ્પિટલ અને રોટરી કલબ દ્વારા સાઈકલોથોન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અને આ કાર્યક્રમમાં ડી.સી.પી. ઝોન 1 પ્રવીણકુમાર મીણા મુખ્ય મહેમાન થયા હતા જયારે અનેક રાઈડરો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને વરસાદી વાતાવરણની મજા માણી હતી સાયકલોથોનનો રૂટ 20 કિલોમીટરનો હતો અને બધા રાઈડરો ને સર્ટીફીકેટ આપી સન્માનીત કરાયા હતા.

20 કિલોમીટરની સાયકલીંગમાં ખૂબજ મજા આવી અને ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ટ્રાફીક સંબંધી કોઈપણ સમસ્યા પડી નથી રાઈડરો ને કોઈપણ જાતની મુશ્કેલી નથી પડી અને રાઈડની મજા કરી છે. લોકોએ પણ થોડીક કસરત કરતી રહેવી જોઈએ અને પોતાની તબીયત માટે જાગૃત રહેવું જોઈએ અત્યારે જંકફૂડના જમાનાની અંદર માણસો જંકફૂડ તરફ વધારે છે. જેટલું ફૂડમાં ધ્યાન દઈએ છીએ એટલું જ ધ્યાન કસરતમાં પણ આપવું જોઈએ.

રાઈડ ફોર હેલ્ધી હાર્ટ: ડી.સી.પી. ઝોન-1 પ્રવીણ મીણા

રાઈડ ફોર હેલ્ધી હાર્ટ કાર્યક્રમ જે ક્રાઈસ્ટ હોસ્પિટલ એ અરેન્જ કર્યો આ ખૂબજ સારો પ્રોગ્રામ છે. લોકોમાં સાઈકલીંગની અવેરનેસ ઉત્પન્ન કરવાનો જે કોરોના કાળમાં ફેફસા સંબંધી પ્રશ્ર્નો છે.અને હૃદયને સંબંધી પ્રશ્ર્નો છે. ખાસ કરીને આપણી રોજીંદી જીંદગીમાં નો આવે એનાં માટે થઈ રોજ થોડો સમય કસરત માટે કાઢવો જોઈએ અને ક્રાઈસ્ટ હોસ્પિટલ નો હુ આભારી છું કે આ પહેલ અમને ચાલુ કરી છે.

શરીર સાથે હૃદય પણ ફીટ હોવું જોઇએ: રોટરી કલબ ઓફ રાજકોટ પ્રેસીડન્ટ પરેશ બાવરીયા

ક્રાઈસ્ટ હોસ્પિટલ સાથે મળીને હવે પછીના દિવસોમાં કેમ્પનું આયોજન આજની આ ઈવેન્ટ હેલ્ધી હાર્ટ માટેની હતી જેની અંદર દરેક વ્યકિતનું તંદુરસ્ત હૃદય કેવીરીતે રહે અને કેવી રીતેહે અને સાથે શરીર ફીટ કેમ બની રહે એનાં ઉદેશ્યથી આ એક ઈવેન્સ કરવામાં આવી હતી. આવી ઈવેન્સ રોટરી કલબ ઘણી બધી કરતા હોઈએ છીએ એ આગળના સમયમાં મોબાઈલથી થતા આંખમાં નુકશાન જેમાં એક કેમ્પનું આયોજન કરીએ છીએ સાથે સાથે રોટરી કલબ આવી સેવાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ સંસ્થાનાં સહકારથી કરીએ છીએ.

બધા લોકોના હેલ્ધી હાર્ટ માટે સાયકલોથોનનું આયોજન: ક્રાઈસ્ટ હોસ્પિટલ ફાધર થોમસ એન.એલ.

આજના દિવસે વિશ્ર્વ હાર્ટ દિવસ ઉજવવામાં આવે છે. બધા લોકોનું સ્વસ્થ હૃદય રહે એનાં માટે થઈ સાઈકલીંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એનો મતલબ સમસ્યા પહેલા આપણે સમજી જવું જોઈએ બધાનું આરોગ્ય સ્વસ્થ રહે એના માટેનો અમારો આ પ્રથમ પ્રયાસ છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં હૃદયને લગતી ઘણી બધી સર્જરીઓ અને ઘણી બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે તો એની સાથે પણ લોકોની અંદર એક જાગૃતતા ફેલાય એના ઉદેશ્યથી સાઈકલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હવે પછીના દિવસોમાં ક્રાઈસ્ટ હોસ્પિટલ હાર્ટના દર્દીઓ માટે સુવિધાનો વધારો અને આજ અઠવાડીયાની અંદર હાર્ટના દર્દી માટે ફ્રી ઓપીડી રાખવામા આવી છે. એની સાથે હેલ્થ ચેકઅપ ફ્રીમાં રાખવામાં આવ્યું છે. આજે 12 વાગ્યે યુનિવર્સિટીમાં પણ અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે.

Leave a Comment