ક્રિકેટ બનશે વધુ રસપ્રદ; ઓલમ્પિકમાં સમાવેશ કરવા ICCની તૈયારી, વાંચો શું કહ્યું BCCIએ…

India’s Virat Kohli (C) and team mates react as the match goes into a super over during the third Twenty20 cricket match between New Zealand and India at Seddon Park in Hamilton on January 29, 2020. (Photo by MICHAEL BRADLEY / AFP)

હાલમાં જ ટોક્યો ઓલિમ્પિક 2020નું સમાપન થયું, જેમાં ભારતને ત્રણેય મેડલ પ્રાપ્ત કર્યા છે જેમાં એક ગોલ્ડ મેડલ જે ભારતના નીરજ ચોપડાએ હાંસિલ કર્યો જે દેશ માટે ગૌરવની વાત છે ત્યાર બાદ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ ભારતે હંસિલ કર્યો છે. ત્યારે ઘણા ક્રિકેટ ફેન્સમાં ચર્ચા થયો રહી હતી કે આ ઓલિમ્પિકમાં જો ક્રિકેટને શામેલ કરવામાં આવે તો ભારતને ગોલ્ડ મેડલ મળે જ.

ત્યારે હાલ માં ICC એ જાહેરાત કરી કે ક્રિકેટને પણ ઓલિપિકમાં સમાવેશ કરવાની તૈયારી ચાલી રહી છે જે ક્રિકેટ ફેન્સ માટે બહુ જ મોટી ખુશખબરી છે, અને આ સમાવેશ આગામી વર્ષો માં થઇ પણ જશે તેવું iCC દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે આ બાબતે ઘણા જ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મુદ્દે પહેલેથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે. BCCIએ કહ્યું હતું કે જો ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે છે તો ભારત પણ તેમાં ભાગ લેશે. હવે ટોક્યો ઓલિમ્પિક સમાપ્ત થયા બાદ 2024માં પેરિસમાં યોજાનાર ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માટે ભવિષ્યમાં ક્રિકેટને પણ ઓલિમ્પિકમાં સામેલ કરાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વર્કિંગ ગ્રૂપની રચના કરવામાં આવી છે. જેના દ્વારા ઓલિમ્પિક 2028 અને 2032માં અને તે ઉપરાંતના અન્ય ઓલિમ્પિકમાં પણ ક્રિકેટને સામેલ કરાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઓલિમ્પિક-2028માં અમે ક્રિકેટને સામેલ કરવા માટેના પ્રયાસ
આ મુદ્દા પર ઇન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું- અમેરિકામા લગભગ 3 મિલિયન ક્રિકેટ ફેંસ છે, એવામાં ત્યાં વર્ષ 2028માં આયોજિત થનારા ઓલિમ્પિકમાં અમે તેમાં ક્રિકેટને સામેલ કરવા માટેના પ્રયાસ કરીશું. જો 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવામાં આવેશે તો તે ઘણું જ સારું સાબિત થશે.
તેમ જ ICC દ્વારા આ યોજના ને લઇ એક વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે.
ICC ઓલિમ્પિક વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ઇયાન વાતમોરને બનાવવામાં આવ્યા છે. તેમની સાથે ઇન્દ્ર નુઈ, જીમ્બાબ્વે ક્રિકેટના તાવેંગવા મુખલ્લાહી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના મહિન્દા વલ્લીપુરમ અને અમેરિકા ક્રિકેટના ચેરમેન પરાગ મરાથે વર્કિંગ ગ્રૂપમાં સામેલ છે.

જો ઇતિહાસની વાત કરીએ તો ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં માત્ર એક વખત જ ક્રિકેટને સમલે કરવામાં આવેલ છે. ત્યારે માત્ર બ ટીમોએ જ ભાગ લીધો હતો. પરંતુ હાલના સમયમાં ક્રિકેટ ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકોની પસંદગીની રમત બની ગઈ છે. ત્યાર તેને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Leave a Comment