ક્વોલિટી અને કમ્ફર્ટની સાથે વ્યક્તિની ઓળખ અને શાન વધારે છે શૂઝ: સંઘસેન

બુટ-ચપ્પલ, મોજડી વગેરે એટલે કે ‘પગરખા’ કે જે પગનો રખરખાવ કરે  તેનું ઘ્યાન રાખે તે માટે કરવામાં આવતો હોય છે. પણ વર્તમાન  સમયમાં આ સૂત્ર સાથે આજે ‘પગરખા’ એટલે ફેશન અને ગ્લેમરની દુનિયાનો અહમ હિસ્સો બની ગયું છે. આજે ડ્રેસીંગને, પ્રસંગને તહેવારને અને સીઝનને અનુરુપ ‘પગરખા’ની પસંદગી કરવામાં આવે છે. આજે ‘અબતક’ ના માઘ્યમથી મેટ્રો શુઝના સીનીયર મેનેજર સંઘસેન ‘પગરખા’ની દુનિયા પર પ્રકાશ પાડશે અને આપણને પગરખાની પસંદગી વિશે માહીતીસભર માર્ગદર્શન આપશે.

પગરખાની ખરીદી આજે ગ્લેમર અને ફેશનની દુનિયાનો એક ભાગ બની ગઇ છે

‘મેટ્રો’ શુઝમાં કસ્ટમરની ડિમાન્ડ, કવોલિટી, કમ્ફર્ટ અને વિવિધ રિસર્ચો બાદ પ્રોડકશન કરવામાં આવે છે

પ્રસંગ અને ડ્રેસિંગ પ્રમાણે બુટ ચપ્પલની પસંદગી નક્કી કરાય છે

પ્રશ્ન:- વર્ષો પહેલા એક જોડી ચપ્પલથી લોકો ચલાવતા આજે બુટ-ચપ્પલ ફેશમનું માઘ્યમ છે, સમાજમાં આવેલા આ બદલાવ વિશે આપ શું કહેશો?

જવાબ:- આધુનિક યુગનો ટ્રેન્ડ બદલાયો છે. કહેવાય છે કે માણસની પર્સનાલીટી તેના બુટ કે ચપ્પલ પરથી નકકી થાય છે, ફિલ્મોમાં પણ હીરોની એન્ટ્રી પ્રથમ ‘જૂતા’થી થાય છે ત્યારે દરેકનો યુઝ દરેકનો પર્યસ અલગ છે. ઓફીસ, બીચ, રેઇની સીઝન સ્પોર્ટસ વગેરે જુતાની અઢળક રેન્જ છે જેનાથી લોકોમાં અવેરનેસ આવી છે અને ટ્રેન્ડ બદલાયો છે. તેથી સ્થળ, પ્રસંગ અને ડ્રેસીંગને અનુરુપ આજે જુતા પહેરવાનો ટ્રેન્ડ જોવા મળે છે.

પ્રશ્ન:- લોકોની ડિમાન્ડ છે એટલે નવા જુતા બનાવાય છે, કે કંપનીઓ બનાવીને બજારમાં મૂકે છે એટલે લોકો લે છે આ બન્નેનું ગણિત કઇ રીતે ચાલે છે?

જવાબ:- બન્ને પ્રકારે ચાલે છે. દરેક કંપનીનો મુખ્ય પર્યસ વ્યાપાર અને વેંચાણ જ હોય છે, તેથી પ્રથમ તો સ્ટડી કરવામાં કસ્ટમરની ડિમાન્ડ શું છે? તેનો યુઝ શું છે વગેરે, તથા કસ્ટમરની માંગ પ્રમાણે સ્ટોક બનાવવામાં આવે છે.

પ્રશ્ન:- રાજકોટ સહિત ગુજરાતમાં લેડીસ જેન્ટસમાં કયા કયાં પ્રકારની ફેશન હાલ ચાલી રહી છે.

જવાબ:- મહિલાઓમાં જયારે સાડીનું ચલણ વધારે હતું. ત્યારે ચપ્પલનું મહત્વ  વધારે ન હતું. આજના સમયમાં મહિલાઓમાં કપડાની પસંદગીમાં ખુબ જ વેરાયટીઓ જોવા મળે છે. તેથી કયા પ્રકારના કપડામાં કેવા જૂતા સારા લાગશે તે પણ જોવામાં આવે છે. જેન્ટસમાં પણ એ જ પ્રકારે ઓફીસ, કેઝયુઅલ, સ્પોર્ટસ વેર પર કેવા બૂટ-ચપ્પલ સારા લાગશે તેનો ટ્રેન્ડ વઘ્યો છે. અને આમ ઋતુ પ્રમાણે પણ અને પ્રસંગન અનુરુપ જૂતા પહેરવામાં આવે છે. તેથી અમે જૂતા કોન્ટે. મુજબ જૂતા બનાવી આપીએ છીએ જેમાં કસ્ટમરની હેલ્પ મળે છે.

પ્રશ્ન:- બુટ-ચપ્પલની જાળવણી ચોમાસામાં કેવી રીતે કરી શકાય?

જવાબ:- ચપ્પલ શુઝમાં સોલ્યુશન હોય છે ભેજના કારણે સોલ્યુશન નીકળી જાય છે. કોઇપણ ચપ્પલ કે સુઝ વરસાદમાં પલ્યા પછી સૂકાવા માટે ઉંઘા મૂકી દેવા, રેઇનીમાં ઇમ્પોટેડ મટીરીયલ બનાવાય છે. તો પણ કાળજી જરુરી છે.

પ્રશ્ન:- બુટ-ચપ્પલમાં ફેશન અને કમ્ફર્ટનું ઘ્યાન રાખવા કંપની કયા પ્રકારનું પ્રોડકશન કરે છે?

જવાબ:- પહેલા ફેશન અને કમ્ફર્ટ શુઝ અલગ પ્રકારના હતા. આજે એવું નથી. આજે કંપની ફેશન કમ્ફર્ટનો સમન્વય કરીને જૂતા બનાવે છે. અને પીયુ અંદર બનાવાય છે. જેથી સોફટનેસ મળે, શુઝમાં મજબુતીની સાથે કમ્ફર્ટનું પણ મહતવ હોય છે. જેથી લાંબુ ચાલવું હોય ત્યારે પગમાં છાલા ન પડે, એ સિવાય ચાલીએ ત્યારે આખુ બોડી જર્ક કરે છે. અને જો ઘ્યાન ન રાખીે તો લાંબા ગાળે પેની અને ઘુંટણ ના દુ:ખાવાનો સામનો કરવો પડે છે. તેથી જૂતામાં કમ્ફર્ટ જળવાઇ રહે તે અગત્યનું છે. અને તેથી જ કંપની પ્રિફર કરવી જરુરી છે બ્રાન્ડેડ શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો જોઇએ.

પ્રશ્ન:- ઓર્થોપેડીક તબીબોના મતે મહિલાઓના ઉંચી હીલ વાળા બુટ ચપ્પલના ઉપયોગથી કમરનો દુ:ખાવો થાય છે, શું તબીબોનો આ મત સાચો છે?

જવાબ:- જી હાં, સાચી વાત છે જેવી રીતે ચાલવામાં હાર્ડ સરફેસ પર ચાલવાથી પીડા થાય છે તેમ જોઇન્ટસ પણ હાર્ડ જૂતા પહેરવાી જર્ક આવવાથી દુ:ખે છે તેથી પહેલેથી જ સોફટ અને કમ્ફર્ટ જૂતા પહેરવા જોઇએ પેની ઉપર જર્ક ન આવે તેવા શુઝ કે ચપ્પલ પહેરવા જોઇએ.

પ્રશ્ન:- બુટ-ચપ્પલ વિશે પણ ગેરમાન્યતાઓ છે, આવી ગેરમાન્યતાઓની અસર શો રૂમ પર થાય છે કે કેમ?

જવાબ:- ઘણા સમય પહેલા એવુ: હતું પણ આજે લોકો પાસે સમય નથી એટલે નવો ટ્રેન્ડ આવ્યો છે, લોકો આજે વૈજ્ઞાનિક અભિગમથી જુએ છે. આજે યંગસ્ટર્સની માન્યતા બદલાઇ છે અને તે આવી ગેરમાન્યતાઓ પર વિશ્ર્વાસ નથી કરતી, ફુટવેર ઇન્ડસ્ટ્રીઝમાં નવોટ્રેડ આવ્યો છે કે હાઇએસ્ટ બીઝનેસ વીકએન્ડમાં થાય છે. તેથી શનિવારે ચપ્પલ-બુટ ન ખરીદવા એવું અત્યારે કોઇ જોતું નથી.

પ્રશ્ન:- ગુજરાતમાં બુટ-ચપ્પલનું સૌથી વધારે પ્રોડકશન કયા શહેરમાં થાય છે?

જવાબ:- કાનપુર, દિલ્હી, આગ્રા, બુટ-ચપ્પલનું હબ ગણાય છે. રાજકોટમાં પીયુ, લેધર વધારે યુઝ થાય છે. તેથી કયા શહેરમાં કયુ મટીરીયલ સારું હોય છે. તે પ્રમાણ જૂતાના પ્રોડકશન માટે રોમટીરીયલ ખરીદીને કંપની પ્રોડકશન કરે છે. ગુજરાતમાં કચ્છમાં અમદાવાદમાં પણ વધારેપડતું મુંબઇ-દિલ્હીથી મટીરીયલ ખરીદીને બનાવાય છે.

પ્રશ્ન:- જૂતાની બનાવટમાં મશીન મેડ, અને હેન્ડ મેડ બન્ને હોય છે, આ બન્ને વચ્ચેનો તફાવત શું છે?

જવાબ:- મશીનમેડ અને હેન્ડમેડમાં ઘ્યાન એ તફાવત છે કે શુઝમાં મોકાસીમાં હેન્ડમેડ તથા લેધરમા હેન્ડમેડ જોવા મળે છે. પણ આજે કમ્ફર્ટ ઝોનમાં પીયુ, પોલીથીન જેવા મટીરીયલ્સ મશીનમાં બને છે. મશીનમાં બનતા મટીરીયલનું લાઇટવેટ અને કમ્ફર્ટ વધી જાય છે. આજે ટેકનોલોજી અને બેલેન્સીંગને ઘ્યાનમાં રાખીને બનાવાય છે.

પ્રશ્ર્ન: આજે ફુટપાથ પર પણ જૂતા મળે છે જેમાં વર્ગ બનેલા છે. સસ્તુ અને સારુઁ તો ફુટપાથ અને શોરૂમ બન્નેમાં શું તફાવત છે?

જવાબ:- જેને સસ્તુ જોયે છે રેન્જની બહાર જોયે છે. તેનું માર્કેટ અને હાયર માર્કેટનું બ્રાન્ડીંગ અલગ છે. રીચલોકો બ્રાન્ડ યુઝ કરે છે. બાળકો પણ બ્રાન્ડને સમજે છે. અવેરનેસ નથી એવા લોકો પણ છે પણ બ્રાન્ડ શુઝ પહેરા જરુરી જેમાં કવોલીટીનું, કમ્ફર્ટનું ટેકનોલોજીનું અને રીસર્ચનું ઘ્યાનમાં રખાય છે.

પ્રશ્ન:- મેટ્રોમાં કઇ કઇ બ્રાન્ડ અને રેન્જ છે?

જવાબ:- અઢળક બ્રાન્ડ છે. અમારુ પોતાનું પર્સનલ ‘દાવેન્ચી’નામનું બ્રાન્ડ યુઝ કરીએ છીએ જેથી કસ્ટમરની ડિમાન્ડ એ જ વધુ છે. કારણ કે અમે તેના પર રિસર્ચ કરીને બનાવીએ છીએ. એ સિવાય સ્ટેટસ, એડીદાસ, ફિલા, રીબોક વગેરે તથા કેઝયુલમાં ઇગોસ, બુકારુ, લેંગવેજ ફલોરસેમ તથા વુમન્સમાં કલાર્ક, સ્કેચસ વગેરે બ્રાન્ડ છે. વુમન્સમાં પણ દાવેન્ચી બનાવીએ છીએ. કીડસમાં પણ કીટન અને માડીગ્રા રેન્જ છે. મેટ્રોની વાત કરીએ તો કસ્ટમરની ડિમાન્ડ પર ચાલીએ છીએ અને તેને જે જોઇએ તે બનાવીને આપીએ છીએ.

પ્રશ્ન:- મેટ્રોમાં અન્ય શો રૂમ  કરતા કેવી ફેસીલીટી છે? જે વિશેષ લાગે?

જવાબ:- મેટ્રો એક ફેમીલી શોપ છે. જયાંથી બધુ જ મળી જાય, જેમાં અમે મલ્ટીબ્રાન્ડ લોકોને આપીએ છીએ. સ્પોર્ટસ, લોફર, ઓફીસ, કેઝયુલ, કીડસ, લેડીસમાં પણ દરેક ચોઇસ ચપ્પલ, શુઝ, મોજડી સાથે તેને અનુરુપ પર્સ પણ મળી જાય છે. બેલ્ટ, વોલેટ શોકસ બધુ જ મળી જાય છે. સાથે સારી કવોલીટી પણ મળે છે. અને સાથે મેટ્રોમાંથી લોકોને વિશ્ર્વાસ મળે છે તેથી તેઅ મેટ્રોને પ્રીફર કરે છે.

પ્રશ્ન:- મેટ્રોના શોરૂમ કયાં કયાં આવેલા છે?

જવાબ:- ઇન્ડીયામાં 650 થી વધારે મેટ્રોના સ્ટોર્સ છે. દરેક સેટમાં શો રૂમ છે એ સિવાય ગુજરાતમાં અદમવાદા, બરોડા, રાજકોટ, સુરત, ભરૂચ, વાપી, જામનગર, ગાંધીધામ અને ભાવનગરમાં શોરૂમ આવેલા છે. રાજકોટમાં પ્રમુખસ્વામી આર્કેડ માલવીયા ચોક ખાતે મેટ્રોનો શોરૂમ આવેલો છે.

પ્રશ્ન:- મેટ્રો શુઝના આપ સીનીયર મેનેજર છો તો આપની અંડરમાં કેટલો એરીયા આવે છે?

જવાબ:- હાલ હું સૌરાષ્ટ્ર સંભાળ્યું છું. જેમાં ગાંધીધામ, જામનગર, ભાવનગર, રાજકોટના શોરૂમ સંભાળીએ છીએ આવનારા દિવસોમાં નવા જીલ્લાઓમાં પણ પ્રોગેસ કરીને આગળ વધવાની અમારી તૈયારી છે.

પ્રશ્ન:- બુટ ચપ્પલની ખરીદીમાં શું ઘ્યાન રાખવું જોઇએ તેના માટે શું સંદેશો આપશો?

જવાબ:- કોઇપણ જગ્યાએથી જયારે પણ જૂતા ખરીદો તેમાં તેના કમ્ફર્ટને પ્રાધાન્ય આપો. ફમ્ફર્ટ હશે તો બોડીને અનુકુળ રહેશે, તથા બ્રાન્ડેડ જૂતા પહેરવાનો જ આગ્રહ રાખો તથા સીઝનના અનુરુપ જૂતા પહેરવા જોઇએ તેવું હું ચોકકસ પણે માનુઁ છું. તેથી મારી દરેકને વિનંતી કે બુટ-ચપ્પલની ખરીદીમાં કમ્ફર્ટને મહત્વ આપવું જરુરી છે.

Leave a Comment