ગીતા રબારીને લઈ વિવાદો થમતા જ નથી, ક્યારેક રસી તો ક્યારેક… શું નિયમો આમને લાગુ નથી પડતા ?

અલી મોહમ્મદ ચાકી, ભુજ: લોકગાયક ગીતા રબારી હાલ ફરી પાછા વિવાદમાં ફસાયા છે. થોડા સમય પહેલા રસીને લઈ તે વિવાદમાં આવ્યા હતા. લોકો લાઈનમાં ઉભા રહીને રસી લે છે, જયારે ગીતા રબારીએ ઘરે બેસીને રસી લીધી. આ વિવાદ હજી સંપૂર્ણ થમ્યો નથી, ત્યાં ફરી પાછો એક નવો વિવાદ સામે આવ્યો છે.

લોક ગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો દ્વારા ભુજમાં ડાયરો યોજવામાં આવ્યો હતો. તેમાં ગીતા રબારી, નિલેશ ગઢવી, તેમજ લક્ષણ બારોટ સહીતના કલાકારો હાજર રહ્યા હતા. ડાયરામાં કોરોના ગાઈડ લાઈનોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેને લઈ ને ફરી પાછા તે વિવાદમાં આવ્યા છે.

આ ડાયરો ભુજ નજીક રેલડીમાં ફાર્મ હાઉસમાં યોજાયો હતો. જેમાં કોવીડ નિયમોનું પાલન કરવામાં આવ્યું ના હતું. આ સાથે કચ્છનું તંત્ર તેમજ પોલીસ વિભાગ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તંત્ર અને પોલીસ આ કલાકારો સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી. આ ઘટના અંગે કચ્છ ભરમાં વાતો થવા લાગી છે.

Leave a Comment