ગુજરાતમાં પણ બની હતી જલિયાવાલા જેવી હત્યાકાંડની ઘટના; માર્યા ગયા હતા 1200થી વધુ લોકો

હિતેશ રાવલ, સાબરકાંઠા 

આજથી ૯૯ વર્ષ પહેલાં સાબરકાંઠાના વિજયનગરના અંતરિયાળના પાલ-દઢવાવમાં બીજા જલિયાવાલા જેવી હત્યાકાંડની કરૂણ ઘટના બની હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બ્રિટિશરોએ ૧૨૦૦થી વધુ નિર્દોષ આદિવાસીઓને બંદૂકની ગોળીએ વીંધી નાખતા હત્યાકાંડ સર્જાયો હતો.

આ બેઠકમાં, અંગ્રેજો દ્વારા આદિવાસીઓ પર લાદવામાં આવતા કર અને શોષણ સામે અવાજ ઉઠાવવાની ચર્ચા થઈ હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા બ્રિટિશ અધિકારી સુરજી નિનામાના આદેશને પગલે અંગ્રેજ સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ૧૨૦૦થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા હતા.

આ હત્યાકાંડમાં લોકોએ પોતાનો જીવ બચાવવા પૂર્વ સરપંચ કામાજીભાઈ ડામોરના ઘરની પાસે આવેલા કૂવામાં કુદકો માર્યો હતો. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ આખો કૂવો શબ સાથે દફનાવવામાં આવ્યો હતો. હવે આ કૂવા પર એક સ્મારક બનાવવામાં આવ્યું છે. આજના અહીંના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે AAP ના પ્રદેશના આગેવાનો હાજર રહયા છે.

આ હત્યાકાંડમાં શહીદી વહોરનારની શહાદતને યાદ કરી આ શહીદોને કાલે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં. વર્ષે ૧૯૨૨માં ૭મી માર્ચેના ગોઝારા દિવસે રાજસ્થાનના કોલીયારી ગામના કાર્યકર મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ એકઠા થયા હતા.

Leave a Comment