ગુજરાતમાં IAS બાદ હવે GAS કેડરના 79 ક્લાસ-1 અધિકારીઓની બદલી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં સચિવાલયમાં એકસાથે 77 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાત કેડરના 79 ક્લાસ 1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર પરિમલ પંડ્યાની અમદાવાદ અધિક નિવાસી ક્લેક્ટર બનાવવામાં આવ્યા છે. તો અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન કેતન ઠક્કરની રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો અમદાવાદના અધિક નિવાસી ક્લેક્ટર હર્ષદ વોરાની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે બદલી કરવામાં આવી છે.

એમ. કે.જોશી (કચ્છ-ભુજ, ડાયરેક્ટર- જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી)ની બદલી પોરબંદર નિવાસી અધિક કલેકટર એસ.ડી.ધાનાણીની જગ્યાએ કરવામાં આવી છે. જ્યારે એ. આઈ. સુથાર, (નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાબરકાંઠા )ની બદલી મહિસાગરના લુણાવાડામાં એડિશનલ કલેકટર તરીકે કરાઈ છે. બી.વી. લિંબાચીયા,(પ્રાદેશિક પરિવહન અધિકારી, અમદાવાદ)ની બદલી ગીર સોમનાથના અધિક નિવાસી કલેકટર જે.એસ. પ્રજાપતિના સ્થાને કરાઈ છે. કે.પી. જોશી (નિવાસી અધિક કેલકટર-મોરબી)ની બદલી નવસારીના કે.જે.રાઠોડના સ્થાને કરાઈ છે.

અમરેલીના અધિક નિવાસી કલેકટર એ.બી પાંડોરની દાહોદના અધિક નિવાસી કલેકટર એમ.જે. દવેની જગ્યાએ બદલી કરાઈ છે. જ્યારે જુનાગઢના અધિક નિવાસી કલેક્ટર તરીકે ડી.કે. બારીયાની છોટાઉદેપુરના અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવાની જગ્યાએ બદલી કરાઈ છે.

આ ઉપરાંત, બનાસકાંઠાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર. વી. વાળાની અમરેલીના અધિક નિવાસી કલેકટર એ.બી.પાંડોરની જગ્યાએ બદલી કરાઈ છે. જ્યારે ગીર સોમનાથના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી. એમ. પ્રજાપતિની મહેસાણાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર મનિષા પટેલના સ્થાને બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ. જોશીની ગ્રામ્ય જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર ઇલાબેન ગોહિલની જગ્યાએ બદલી કરવામાં આવી છે. ભાવનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.એન. ખેરની દ્વારકાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર વાય.ડી. શ્રીવાસ્તવના સ્થાને મુકવામાં આવ્યા છે.

Leave a Comment