ગૃહમંત્રી અમિત શાહ સાંજે ગુજરાતમાં, અમદાવાદમાં મનાવશે રક્ષાબંધન

દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવાર સાથે સમય વિતાવવા રાજકીય નેતાઓને સમય ન આપે તેવી સંભાવના 

અબતક, રાજકોટ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવી પહોંચશે. તેઓ આવતીકાલે રક્ષાબંધનનો પર્વ અમદાવાદમાં મનાવવાના છે. તેઓ તેમના પરિવાર સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધનના પર્વ પર ગુજરાતની મુલાકાતે દર વર્ષે આવે છે. તેઓ અમદાવાદમાં પરિવાર સાથે રક્ષાબંધનના મનાવે છે. આ દિવસે તેઓ તેમના નિવાસ સ્થાને પરિવારજનો અને સગાં-સંબંધીઓ સાથે સમય પસાર કરે છે. અમિત શાહ રાજકીય કાર્યક્રમોની વ્યસ્તતાની વચ્ચે પણ તહેવારોની ઉજવણી પરિવાર સાથે જ કરતા હોય છે.

ત્યારે આવતીકાલે રક્ષાબંધનનો પર્વ હોય આજે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને દિલ્હીથી અમદાવાદ આવી પહોંચવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં તેઓ પરિવાર સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવી પરિવારજનો સાથે સમય પણ વિતાવવાના છે. ત્યારબાદ તેઓ દિલ્હી જઈને ફરી પોતાનું કામ રાબેતા મુજબ ચાલુ કરી દેવાના છે.

Leave a Comment