ચાલો, રંગીલા રાજકોટને હરિયાળું બનાવીએ- કલગામ ખાતે 72માં વન મહોત્સવની ઉજવણીમાં જયેશ રાદડિયાનું આહવાન

મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું કે વન મહોત્સવો થકી રાજ્યની જનતાને વૃક્ષારોપણનું મહત્વ સમજાયું છે. વર્ષ 1950માં કનૈયાલાલ મુનશીએ દેશભરમાં વન મહોત્સવની શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધીમાં રાજ્યમાં વૃક્ષારોપણ એક ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોએ વૃક્ષોના જતન પર ખૂબ ધ્યાન આપવું જોઇએ, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વૃક્ષારોપણના કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા મંત્રી રાદડિયાએ રજૂ કરી હતી. અને ગ્લોબલ વોર્મિંગ તથા ક્લાઈમેટ ચેન્જ અટકાવવા માટે વૃક્ષોના વાવેતર પર ભાર મૂક્યો હતો. રાજ્યભરમાં આજ રોજ યોજાઈ રહેલા આઠ મહાનગરપાલિકા અને 33 જીલ્લાઓના સહિયારા વન મહોત્સવ પ્રસંગે મંત્રીએ રાજ્યના નાગરિકોને 72માં વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર 8 મહાનગર પાલિકા 33 જીલ્લામાં આ વનમહોત્સવની ઉજવણી થઇ રહી છે. આજે રાજકોટ જીલ્લા કક્ષાની ઉજવણી ખાતે સમગ્ર આગેવાનો, વહિવટીતંત્ર 72માં વન મહોત્સવની ઉજવણી કરીએ છીએ. આજે યાદ કરવામાં આવે તો સ્વ. કનૈયાલાલ મુનશીજીને જેને 195માં વનમહોત્સવની શરૂઆત કરાવી હતી. પેલા વન મહોત્સવની ઉજવણી પાટનગર, ગાંધીનગર, ખાતે થતી નરેન્દ્રભાઇ મોદી, રાજ્યના મુખ્યમંત્રી બન્યાં અને એ ઉજવણી પાટનગર ખાતે થઇ પણ જીલ્લા મથકોએ લઇ ગયા અને સમગ્ર રાજ્યની અંદર કે વન મહોત્સવ થકી રાજ્ય સરકાર અને વનવિભાગ દ્વારા જે કામગીરી થઇ છે. તેનો ખ્યાલ આવે અને આજના સમયમાં વૃક્ષોનું વાવેતર કરવું અને વૃક્ષોની જાળવણી કરી એ આવનારા ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનું છે.

એના ભાગરૂપે કરોડોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થઇ રહ્યું છે. મારી સૌને વિનંતી પણ છે. સરકારની સાથે સાથે આ મહાઅભિયાનની અંદર લોકભાગીથી લોકો અને  વધુમાં વધુ સંસ્થા જોડાય અને હરીયાળુ રાજકોટ બનાવવા માટે હરીયાળુ ગુજરાત બનાવવા માટે સહભાગી બને એવી આજનાં વન મહોત્સવમાં અપીલ પણ કરૂ છું. વૃક્ષોનું વાવેતર થાય અને સામે તેનું જાળવણી કરવી તે જવાબદારી બનતી હોય છે. કોઇ કારણોસર જાળવણી કરવા છતા વૃક્ષોનું જતન ન થઇ શકતું હોય.(ઉગતા ન હોય) તો તેને દૂર કરી અને નવા વૃક્ષો વાવવા જોઇએ.

વધુમાં તેઓએ માર્કેટીંગ યાર્ડનું ચુંટણી સંદર્ભે જણાવ્યું હતું કે જૂથોની વાતથી આજે અત્યારે પ્રાથમિક મતદારોથી પ્રસિધ્ધ થઇ છે અને આવનારા દિવસોની અંદર સહકારી સંસ્થાઓ રાજકોટની અંદર બીનહરીફ થાય તેવા આવનારા દિવસોમાં પ્રયત્નો કર્યા હતા અને આવનારા દિવસોમાં કરવામાં આવશે. ભારતીય જનતાનું શાસન સરકારી ક્ષેત્રમાં યાર્ડ હોય જીલ્લા બેંક હોય કે ડેરીની અંદર પણ પ્રસ્તાપીત કર્યું છે. અત્યારે પ્રાથમિક મતદારોથી પ્રસિધ્ધ થઇ છે. આવનારા દિવસોમાં જ્યારે ચુંટણીનો સમય નજીક આવશે ત્યારે સાથે બેસીને પેનલ નક્કી કરી નામ જાહેર કરવામાં આવશે.મજબુત બનાવવાની અપીલ કરી હતી.

દેશનુ રોલ મોડેલ જયારે ગુજરાત હોય ત્યારે દરેક ક્ષેત્રે અગ્રેસર રહીને ગુજરાત તેની કર્તવ્ય ભાવના નિભાવી રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ પર્યાવરણ જાળવણી અર્થે તાજેતરમા જ જાહેર કરાયેલી ઈ વ્હીકલ પોલીસી, સ્ક્રેપ પોલીસી, ઉજ્જ્વાલા યોજના, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જળસંચય યોજના સહીત અનેકવિધ યોજનાઓ સાથે સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ છે તેમ જણાવ્યુ હતુ. સ્થાનિક રોજગારીના સર્જન સાથે આઝાદીના આ અમૃત મહોત્સવમાં સૌને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ કરવાનુ પણ આહ્વાન કર્યું હતુ.

માનવ જીવનમા વૃક્ષોની ઉપયોગીતા વર્ણવતા વન મંત્રીએ ‘ઓક્સીજન’ની જરૂરિયાત પૂરી પાડતા વૃક્ષોનુ ઠેક ઠેકાણે મોટે પાયે વાવેતર કરવાની અપીલ કરી હતી. વન વિસ્તાર સિવાયના સ્થળોએ વન વાવતેર માટે વન વિભાગના પ્રયાસોની રૂપરેખા આપતા વન મંત્રીએ વન વિસ્તાર અને વન્ય જીવના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયાસરત રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપ્યો હતો.સરકારની વનમહોત્સવ મૂહિમમાં લોકો પણ જોડાય : જયેશ રાદડીયા

Leave a Comment