છ માસના બાળકને મૂકી નોકરી કરવાની પતિએ ના પાડતા પત્નીએ જીવ આપી દીધો

sucide
sucide

પરિણીતાએ એસિડ પી આપઘાત કરી લેતા છ માસના પુત્રે માતાની મમતા ગુમાવી

શહેરના કોઠારીયા સોલવન્ટ રપ વારીયા કવાર્ટરમાં રહેતી પરિણીતાને પતિએ નોકરી જવાની ના કહેતા લાગી આવતા એસિડ પી જીવન ટુંકાવી લેતા કોળી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.વધુ વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ રપ વારીયા કવાર્ટરમાં રહેતી હિરલબેન કિશનભાઇ જમોડ નામની પરિણીતાએ પોતાના ઘરે બે દિવસ પૂર્વે એસિડ પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલખાતે ખસેડવામાં આવતા જયાં હિરલબેનનું આજે સવારે મોત નિપજયું હતું.

આ બનાવની જાણ આજી ડેમ પોલીસ મથકને થતા સ્ટાફ દોડી જઇ પ્રાથમિક તપાસમાં હિરલબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં છ માસનો પુત્ર છે. હિરલબેનને નોકરી કરવી હોય અને પતિ કિશન જમોડે પુત્ર નાનો હોવાથી નોકરી કરવાની ના પાડતા આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. હિરલબેનને ભરેલા પગલાથી છ માસના માસુમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. કિશન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે પોલીસે કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment