જન્મદિન વિશેષ: સંરક્ષણ અને નાણાં ખાતું સંભાળી “નારી શક્તિ”નું વિશિષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો સિતારામનની રાજકીય સફર વિશે

નાણામંત્રી નિર્મલા સીતારામન રાજ્યસભાના સભ્ય છે. સીતારામન અગાઉ ભારતના સંરક્ષણ મંત્રી હતા. સોનિયા ગાંધી બાદ ચાર્જ સંભાળનાર તેઓ બીજા મહિલા મંત્રી છે કે જેઓએ સરક્ષણ મંત્રાલય સંભાળ્યું હોય. તેઓ એક મહિલા તરીકે પોલોટીક્સમાં અડીખમ ઉભા રહ્યા છે. વિપક્ષે તો માનો એમને સોશ્યલ મીડિયા પાર ટ્રોલ કરવાનો એક પણ મોકો ચુક્યા નથી..!! નાણામંત્રી નિર્મલા સિતારામનની કામગીરી આજના યુવા ધન અને એમાં પણ એક નારી માટે તો માનો “આઈડલ” સાબિત થયા હોય, એ રીતના કામગીરી બજાવી રહ્યા છે..!!

આજે નાણામંત્રી નિર્મલા સીતારામનનો જન્મદિવસ છે. તેમનો જન્મ મદુરાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણન સીતારામન છે અને માતાનું નામ સવિત્રી છે. તેમના પિતા, નારાયણન સીતારામન, તમિલનાડુના મસરી, તિરુચિરાપલ્લી જિલ્લાના છે. અને તેમની માતાનુ પરિવાર તિરુવનકડુ અને સાલેમ જિલ્લામાંથી છે. તેમના પિતા ભારતીય રેલવેના કર્મચારી હતા અને તેથી કરીને તેમણે રાજ્યના વિવિધ ભાગોમાં બાળપણ વિતાવ્યું હતું. તેમનુ ભણતર મદ્રાસ અને તિરુચિરાપલ્લી ની શાળામાં થયુ હતું. તેમણે તિરુચિરાપલ્લી ખાતે આવેલી સીતલક્ષ્મી રામાસ્વામી કોલેજ માથી અર્થશાસ્ત્રમાં બી.એ. ની ડિગ્રી મેળવી હતી. અને દિલ્હીમા આવેલ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ની ડિગ્રી મેળવી હતી.

નિર્મલા સીતારામનની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો વર્ષ 2008માં ભાજપમાં જોડાયા હતા અને ત્યાં તેમણે પક્ષના પ્રવક્તા તરીકે સેવા આપી હતી. 2014માં, તેમને નરેન્દ્ર મોદીના કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.
11 જુન 2016ની રાજ્ય સભાની ચૂંટણી માટે, મે 2016માં ભાજપે 12 ઉમેદવારોની નિયુક્તી કરી હતી, જેમા એક નિર્મલા સીતારામન હતા. તેમણે સફળતાપૂર્વક કર્ણાટકમાંથી તેમની બેઠક લડી. ૩ સપ્ટેમ્બર 2017ના રોજ, તેમને રક્ષા મંત્રી બનાવાયા. ઈન્દિરા ગાંધી પછી, નિર્મલા સીતારામન માત્ર બીજા મહિલા છે, જે રક્ષા મંત્રીનુ પદ ધરાવતા હતાં. 31 મે, 2019 ના રોજ, નિર્મલા સીતારામનને નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે નિમવામાં આવ્યા. તે ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણા પ્રધાન છે. તેમણે 5 જુલાઈ, 2019 ના રોજ ભારતીય સંસદમાં તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યુ.

 

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ સોશ્યલ મીડિયા થકી શુભેચ્છા પાઠવી હતી! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓ “ભારતીય અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અગ્રણી સુધારા કરવામાં મોખરે છે.” પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જઈને વડાપ્રધાને સીતારમણને શુભેચ્છા પાઠવી અને તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી.

આ ટ્વિટ પર તેમને આભાર વ્યક્ત કરતા ટ્વિટર પર જ જવાબ આપતા કહ્યું કે, “ખુબ ખુબ આભાર. તમારા આશીર્વાદ અને માર્ગદર્શન મને રાષ્ટ્રની સેવા કરવાની શક્તિ અને પ્રેરણા આપે છે”: સીતારામને પીએમ મોદીને જવાબ આપ્યો!

Leave a Comment