જુનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ: ભારતીય પુરુષ ટીમે 6 મેડલ જીત્યા, મહિલા ટીમ કેટલામાં સ્થાન પર ?

જુનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ: ભારતીય મહિલા ટીમ ત્રીજા સ્થાન પર

રશિયામાં આયોજિત જુનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયન રેસલર્સનું પ્રદર્શન સરાહનીય રહ્યું હતું. મહિલા રેસલર્સે ૩ સિલ્વર સહિત ૫ મેડલ જીત્યા છે. ઈન્ડિયન ફીમેલ ટીમ ૧૩૪ પોઇન્ટ સાથે ઓવરઓલ ત્રીજા નંબર પર રહી, જ્યારે રશિયન ટીમ પણ ૧૩૪ પોઇન્ટ સાથે બીજા તથા અમેરિકા ૧૪૩ પોઇન્ટ સાથે પહેલા નંબર પર રહી હતી. વળી, પુરુષોની ફ્રી સ્ટાઇલમાં ઈન્ડિયન રેસલર્સને એક સિલ્વર સહિત ૬ મેડલ મળ્યા છે.

પુરુષોની ફ્રી સ્ટાઇલમાં ઈન્ડિયન રેસલરે એક સિલ્વર સહિત કુલ ૬ મેડલ જીત્યા હતા. ૬૧ કિલો વેઇટમાં રવીન્દ્ર હારી જતાં તેને સિલ્વર મેડલ જીત્યો હતો. એના સિવાય ગૌરવ બલિયાન, દીપક, યશ, પૃથ્વીરાજ પાટીલ, અનિરુદ્ધે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. યશે ૭૪ કિલો વેઇટ કેટેગરીમાં કઝાકિસ્તાનના રેસલરને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે ૯૨ કિલો વેઇટમાં પાટીલે રશિયન રેસલરને ૨-૧ થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો હતો. વળી, ૧૨૫ કિલો વેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટે રમાયેલા બાઉટમાં અનિરુદ્ધ કુમારે અઝરબૈઝાનના રેસલરને ૭-૨ થી હરાવ્યો હતો.

તો બીજી તરફ ફીમેલ રેસલર્સ પૈકી શુક્રવારે રમાયેલી ફાઇનલમાં ૬૨ કિલો વેઇટમાં સંજુ દેવી અને ૬૫ કિલો વેઇટમાં ભટેરીએ સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે આ સ્પર્ધામાં એકપણ ઈન્ડિયન રેસલર ગોલ્ડ મેડલ જીતી શક્યો નહતો, એમ છતાં ભારતીય મહિલા ટીમ એકંદરે ત્રીજા સ્થાને રહી હતી. સંજુને રશિયાની એલિના કાસાબીવાએ હરાવી હતી, જ્યારે ભાટેરી મોલ્ડોવાની એટીના રિંગાચી સામે હારી ગઈ હતી. આની સાથે જ બિપાશાએ ૭૬ કિલો વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ ત્રણ ઉપરાંત ૫૦ કિલો વેઇટ કેટેગરીમાં સિમરન અને ૫૫ કિલો વેઇટમાં સીતોએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Leave a Comment