ટોપ 1 માટેની જંગ જામી : દિલ્હીએ ચેન્નાઈને હરાવી પ્રથમ ક્રમે પહોંચ્યું

હજુ પણ દિલ્હી કેપિટલ અને ચેન્નઈ સુપર કિંગ માટે એક-એક  મેચ બાકી

આઇપીએલ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યું છે ત્યારે પોઇન્ટ ટેબલ પર મોખરે રહેનારી ચેન્નઈ અને દિલ્હી વચ્ચે મેચ રમાયો હતો જે લો સ્કોરિંગ હોવા ના પગલે દિલ્હી એ મેચ જીત્યો હતો. બાકી રહેતા મેચોમાં દિલ્હી અને ચેન્નઈ પાસે હજુ એક મેચ જમવાનું બાકી છે જેને જીતી બંને ટીમ પ્રથમ ક્રમ પર પહોંચવા માટે ની મહેનત કરશે તો બીજી તરફ ત્રીજા ક્રમ પર રહેલી બેંગલોરની ટીમ પ્રથમ એક અથવા તો બીજા ક્રમ પર રહેવા માટેના પ્રયત્નો હાથ ધરશે.

હવે ચોથા ક્રમ પર ની ટીમ કઈ હશે તે જાણવું હજુ પણ બાકી છે કારણ આજે રાજસ્થાન અને મુંબઈ વચ્ચે નો મેચ રમાશે જેમાં બંને ટીમના 10-10 પોઇન્ટ છે . બંને ટીમમાંથી જે ટીમ આજે જીતશે તે ફરી ચોથા ક્રમ પર આવશે પરંતુ સામે કલકત્તા પણ ચોથા ક્રમ પર જોવા મળી રહયું છે ત્યારે આગામી દિવસોમાં ચોથા ક્રમ પર આવનારી ટીમ માટે ખરા અર્થમાં સ્પર્ધા વધી છે.

હાલ જે ટીમ આઇપીએલ રમી રહી છે તેનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય એ જ છે કે તે ટોપ ટુ સુધી પહોંચે . ટોપ ટુ સુધી પહોંચવા માં તેમને અનેકવિધ ફાયદાઓ છે જેમાં એક ટીમ જે જીતે તે સીધી જ ફાઇનલમાં પ્રવેશશે અને જે ટીમ પ્રથમ મેચ એટલે કે પ્લેઓફમાં હારે તો તેને વધુ એક તક ફાઈનલમાં પહોંચવાની મળી શકે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે બેંગ્લોર માટે દિલ્હી સામે નો મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.

Leave a Comment