ટ્વિટરની ચકલીને મરવાની તાલાવેલી..? ફરી કરી મોટી ભૂલ, ભારતના આ પ્રદેશને ચીનનો ગણાવ્યો !!

ભારત સરકારે સોશિયલ મિડિયાને લગતાં નવા નીતી-નિયમો બહાર પાડ્યા ત્યારથી જાણે કે ભારત સરકાર સામે યુધ્ધે ચડી હોય એ રીતે રોજેરોજ ટ્વિટર કંપની નવા-નવા ઉંબાડીયા કરીને વિવાદોનું સર્જન કરી રહી છે. ફરી એક વખત ગંભીર રીતે આડોડાઇ કરીને ટ્વિટરે ભારતના નકશામાંથી જમ્મુ-કાશ્મિર અને લદાખને જ ભારતની બહારના હોવાનું દર્શાવી દેતાં ફરી એક વખત દેશભરમાં ટ્વિટર સામે વિરોધ વંટોળ જામી ઉઠ્યો છે. ટ્વિટરે પોતાની વેબસાઇટમાં ભારતના નકશામાંથી જમ્મુ-કાશ્મિર અને લદાખને અલગ દેશ જેવા ગણાવી દીધા છે અને ભારતના સાર્વભૌમત્વ પર દેખીતો પડકાર ઉભો કર્યો છે.

ટ્વિટર કંપનીના ટિવપ લાઇફ નામની વેબસાઇટમાં એક નકશો બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભારતના નકશા સાથે દેખીતી છેડછાડ કરવામાં આવી છે. અને જાણી જોઇને ભારતના અંગ સમાન કાશ્મિર તથા લદાખને ભારતની બહાર દર્શાવવામાં આવ્યાં છે. આ રીતે ટ્વિટર કંપનીએ ભારત સરકારને શિંગડા ભરાવવાનું ચાલુ રાખ્યું છે. જેના હવે ગંભીર પરિણામો આવી શકે છે. ભારત સરકારે ટ્વિટરને નોટીસ ફટકારવાની તૈયારી કરી લીધી છે. જો આવા પ્રકારની હરકતો ટ્વિટર ચાલુ રાખશે તો ભારતમાંથી તેણે વિદાય લેવી પડશે. ટ્વિટરની આ નકશા અંગે આડોડાઇ સૌ પહેલા ટ્વિટર યુઝર્સ દ્વારા પકડી પાડવામાં આવી હતી તેમ ટાઇમ્સ નાઉ જણાવે છે.

ટ્વિટર યુઝર્સ થવારામનને આ નકશો જોઇને તાત્કાલીક આકરી પ્રતિક્રિયા આપી હતી યુઝર્સે તાત્કાલીક કેન્દ્રના કાનૂન મંત્રી અને ટોચના નેતાઓને ટેગ કરીને ટ્વિટર સામે કડક પગલાં લેવા માંગણી કરી હતી. દેશભરના ટ્વિટરેટીમાં બૂલંદ માંગણી ઉઠી રહી છે કે હવે કંપની પર પ્રતિબંધ મુકવાની તૈયારી કેમ કરવામાં આવતી નથી. કેન્દ્ર સરકાર કેમ હિચકીચાટ બતાવી રહી છે. ટ્વિટરની હિમ્મત દિવસેને દિવસે વધી રહી છે અને હવે તો ભારતના ભૌગોલીક નકશામાં ચેડાં કરવાની પણ હિમ્મત બતાવી છે એવું કરતૂત કરીને દેશની સંસદનું પણ અપમાન કર્યું છે.

Leave a Comment