ત્રણથી ઓછી તિવ્રતાના આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી

Closeup of a seismograph machine earthquake

સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના સાત આંચકા: અમરેલીમાં 5, જામનગર-ભચાઉમા 1-1 આંચકો અનુભવાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં એકબાજુ વરસાદનો કહેર ત્યારે બીજી બાજુ ભૂકંપના આંચકાનો સીલસીલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલીમાં 5 જ્યારે જામનગર અને ભચાઉમા એક-એક આંચકો અનુભવાયો હતો.

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 12:07 કલાકે અમરેલીથી 36 કિમિ દૂર 1.9ની તિવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે ત્યારબાદ 12:15 કલાકે અમરેલીથી 33 કિમિ દૂર 1.8ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે, 12:48 કલાકે અમરેલીથી 32 કિમિ દૂર 1.5ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે, બપોરે 1:20 કલાકે અમરેલીથી 39 કિમિ દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે, બપોરે 1:21 કલાકે અમરેલીથી 36 કિમિ દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જો કે ત્યારબાદ રાતે 8:46 કલાકે જામનગરથી 20 કિમિ દૂર 2.0ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે અને મોડી રાતે 9:35 કલાકે કરછના ભચાઉથી 13 કિમિ દૂર 1.8ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

જો કે, વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે . વૈજ્ઞાનિકની દ્રષ્ટીએ આ ભૂકંપના આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી. અને છેલ્લા 24 કલાકમાં આવેલા ભૂકંપથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

Leave a Comment