દિવ્ય કુમારનું ‘માઁ ના રથડા’નું લોન્ચીગ નવરાત્રીમાં ખૈલેયોઓને ઝૂમાવશે

ટીપ્સ મ્યુઝિકનું નવરાત્રી નજરાણું

પ્રિયા સરૈયા દ્વારા લિખિત માઁ ના રથડાનો ગરબો વિશ્ર્વભરમાં ધૂમ મચાવશે તેવો આશાવાદ

ગુજરાતની નવરાત્રીની રંગત દુનિયા આખીને રોમાંચિત કરે છે. દર વર્ષે માં અંબાના આરાધના જેવા ગરબા અને નવા લોકગીતોના સંગાથે નવરાત્રિની ઉજવણી ભવ્ય બને છે. આ વખતે પણ ટિપ્સ મ્યુઝિક દ્વારા ગાયક કલાકાર દિવ્ય કુમાર દ્વારા ગવાયેલાં નવા ગુજરાતી ગીત માં ના રથડાનું લોન્ચીંગ કરી નવરાત્રી રસીકોમાં રોમાંચ જગાવ્યો છે.

નવું ગરબા ગીત ‘માં ના રથડા’ રિલીઝ કરવા પર પ્રતિભાશાળી ગાયક દિવ્ય કુમારએ જણાવ્યું, “આ એક આનંદિત, લેઝિમ બીટ્સના ફ્યુઝન સાથેનું ગરબા ગીત છે જે મારી પ્રિયા સરૈયાએ સુંદર રીતે લખ્યું છે. પ્રિયા અને મેં નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં 10થી વધુ વર્ષોથી પરફોર્મ કર્યું છે. તેથી આ તહેવાર મારા હૃદ્યની ખૂબ જ નજીક છે અને દર વર્ષે હું ગરબા ગીતો ગાઇને ‘માતાજી’ના આશીર્વાદ લેવા માગું છું. તેમણે ગીત વિશે વધુમાં ઉમેર્યું, ‘મેં લોકડાઉન દરમિયાન’ ‘માં ના રથડા’ કંપોઝ કર્યું હતું અને મને ખુશી છે કે તે ટિપ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર રિલીઝ થયું છે. ટીપ્સ સાથે ગીતો કરવામાં મને હંમેશા આનંદ થયો છે.

Leave a Comment