‘દૂધના ભેળસેળીયાઓને છોડાશે નહીં’,સરકાર કરી રહી છે આ તૈયારી: મંત્રી રૂપાલાના સંકેતો

ઋષિ મહેતા, મોરબી 

ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રા મોરબી શહેરમાં પહોંચી હતી. શહેરના મુખ્યમાર્ગો પર પરષોતમ રૂપાલાનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું અને બાદમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો, ઉધોગપતિ સહિતના આગેવાનો સાથે સરકારે કરેલા કામોનું વર્ણન કર્યું હતું.આ તકે ઉર્જા મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે દુધમાં ભેળસેળ કરનાર લોકો સામે સખત પગલાં લેવામાં આવશે અને ભેળસેળ રોકવા માટે ટેકનોલોજી વિકસાવવામાં આવશે જે તાલુકા સ્થળ સુધી પહોચતી કરવામાં આવશે.

તો બીજુ હાલમાં મોરબી જીલ્લામાં સિંચાઈ માટે માળિયા તાલુકાના ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે ત્યારે જણાવ્યું હતું કે સિચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક લોકોએ મારી સમક્ષ સ્થિતિ વર્ણવી છે અને આ મામલે સિંચાઈ મંત્રી પાસે આ મુદો ઉઠાવીને ખેડૂતોને મદદરૂપ થવા પ્રયાસો કરીશું

Leave a Comment