ધોરાજીના સુપેડી ગામે 3 વર્ષની બાળાનું અપહરણ : પોલીસ તપાસનો ધમધમાટ

સફેદ કપડામાં આવેલો બાઇક ચાલક ઉઠાવી જતા ચકચાર

ધોરાજીના સુપેડી ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલા ખૂશ્બુ પ્લાસ્ટીકના કારખાનામાં મજૂરી કામ કરતા કમલેશ ભાવસિંહ આદિવાસીના 3 વર્ષની પુત્રી સુરબાઇને અજાણ્યો બાઇક ચાલક અપહરણ કરી જતા આ બનાવ અંગે પરિવારજનોએ તાત્કાલીક પોલીસને જાણ કરતા તાત્કાલીક ધોરાજીના પી.આઇ. જાડેજાએ નાકાબંધી અને વાહન ચેકીંગ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રોગતિમાન હાથધર્યા છે.

આ ઘટનાના આધારે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા અને નાયબ પોલીસ વડા સાગર બાગમારે તાબડતોબ અપહરણના બનાવ અંગે જીલ્લાભરમાં નાકાબંધી કરી આરોપીને પકડવા ચક્રોગતિમાન હાથધર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આસપાસના લોકોને પૂછપરછમાં જાણવા મળેલ કે આરોપીએ સફેદ કપડા પહેરેલ હતા અને નાનાી બાળકી સુરબાઇની આંખો ત્રાંસી છે. આ અંગે કોઇ માહિતી મળે તો પોલીસને જાણ કરવી. આ બનાવ અંગે ધોરાજીના પી.આઇ. હકુમતસિંહ જાડેજા તપાસ હાથધરી છે.

Leave a Comment