નવા મંત્રીઓની ઓળખ પરેડનો આજથી બીજો તબક્કો

રાજ્ય સરકારના નવનિયૂક્ત મંત્રીઓ આજથી રવિવાર સુધી જનતા-જર્નાદનના આશિર્વાદ લેવા નીકળશે

 

અબતક, રાજકોટ

ગુજરાતમાં સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તન કરાયા બાદ મુખ્યમંત્રી સાથે મંત્રી મંડળના તમામ સભ્ય તરીકે નવા અને યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પ્રજા સાથે નવા મંત્રીઓની ઓળખ પરેડ કરાવવા માટે ભાજપ દ્વારા જન આશિર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં ગત 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોમ્બર સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મંત્રીઓની જન આશિર્વાદ યાત્રા યોજાયા બાદ આજથી સળંગ ચાર દિવસ બીજા તબક્કાની જન આશિર્વાદ યાત્રાનો આરંભ થયો છે.

રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની રાજકોટ જિલ્લામાં અને આવતીકાલે રાજકોટ શહેરમાં જન આશિર્વાદ યાત્રા યોજાશે. કુવાડવાથી જીતુભાઇની યાત્રાનો આરંભ થઇ ચૂક્યો છે. ઋષિકેશભાઇ પટેલની આજે ગાંધીનગર જિલ્લામાં અને આવતીકાલે અમદાવાદ જિલ્લામાં પૂર્ણેશભાઇ મોદીની આજે ભરૂચ અને કાલે નર્મદા જિલ્લામાં, રાઘવજીભાઇ પટેલની આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને આવતીકાલે જૂનાગઢ શહેરમાં, કનુભાઇ દેસાઇની આજે નવસારી, આવતીકાલે સુરત શહેર અને શનિવારે પારડીમાં, કિરીટસિંહ રાણાની આજે જામનગર જિલ્લા અને આવતીકાલે જામનગર શહેરમાં, પ્રદિપસિંહ પરમારની આજે બનાસકાંઠામાં, કાલે કચ્છમાં અને રવિવારે પંચમહાલ જિલ્લામાં, હર્ષ સંઘવીની આજે વડોદરા શહેર અને આવતીકાલે અમદાવાદમાં, જગદીશભાઇ પંચાલની આજે ખેડામાં, કાલે ગાંધીનગર જિલ્લામાં અને ગાંધીનગર શહેરમાં શનિવારે નીકોલમાં, બ્રિજેશભાઇ મેરજાની આજે પોરબંદર અને કાલે સુરેન્દ્રનગરમાં મુકેશભાઇ પટેલની આજે વલસાડ અને કાલે નવસારીમાં, અરવિંદભાઇ રૈયાણીની આજે મોરબી અને કાલે પોરબંદરમાં જન આશિર્વાદ યાત્રા યોજાશે.

Leave a Comment