પૂ. મોરારીબાપુની જાહેરાત,ટોકયો ઓલમ્પિકમાં સામેલ ભારતીય ખેલાડીઓને કુલ  57 લાખ આપશે

પૂજ્ય મોરારી બાપૂએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને તેમને સખત મહેનત અને સફળતાં પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ટોક્યો ઓલમ્પિકમાં સામેલ તમામ 228 લોકો, જેમાં ખેલાડીઓ, કોચ અને સાથે ગયેલા તમામ વ્યક્તિને રૂ. 25-25 હજાર પ્રસાદરૂપે પહોંચતા કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂજ્ય મોરારી બાપૂએ તેમને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવાની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Comment