પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા એક મહિનાથી ભાવ સ્થિર

વૈશ્વિક ક્રૂડ બજારના ભાવની પ્રવાહીની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ કંપનીઓ ભાવ નું સંતુલન રાખવા સતત પ્રયત્નશીલ રહેશે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની વધઘટ વચ્ચે પણ દેશની પેટ્રોલ પાદન કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા એક મહિનાથી કોઈ ફેરફાર કર્યો નથી.વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ વધઘટ થતાં કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

દિલ્હીમાં અત્યારે પેટ્રોલ 1 લિટરના 102.84 અને ડીઝલના 89.97 કરી રહ્યા છે મુંબઈમાં પેટ્રોલ 107.83 અને ડીઝલના લિટરના 97.45 ભાવ ચાલી રહ્યો છે કોલકત્તામાં પેટ્રોલ 102.08 ડીઝલના 93.02 સાંભળી રહ્યા છે છેલ્લા એક મહિનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ આવતી હોવા છતાં ભારતમાં છૂટક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં અત્યારે ડીઝલનો ભાવ 96.89 રૂપિયા લિટર અને પેટ્રોલના ભાવ 98.42 ઉભો છે આંતરરાષ્ટ્રીય ધોરણે કાચા માલનો ભાવ વધઘટ થતો હોવા છતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ છૂટક વેચાણ નો ભાવ એક મહિનાથી બદલાવ્યા વગર વેચાણ ચાલુ રાખ્યું છે

Leave a Comment