ફરી એકવાર નોરા ફતેહીએ થિરકાવી કમર, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો બોલ્ડ વીડિયો

નોરા ફતેહીને આપણે સૌ ઓળખીએ જ છીએ જેના બેલી ડાન્સના ચર્ચા બોલીવુડથી હોલીવુડ સુધી થાય છે. નોરા ફતેહી ઘણા લોકપ્રિય ડાન્સ ગીતો આજે લોકકંઠે છવાયેલા છે જેમ કે દિલબર (સત્યમેવ જયતે), કમરીયા (સ્ત્રી) અને ઓ સાકી સાકી (બટલા હાઉસ) અને હાય ગરમી સ્ટ્રીટ ડાન્સર વગેરે. તે પોતાના ડાન્સ મૂવ્સ અને બોલ્ડ લૂકના કારણે સોશિયલ મીડિયા પર હમેશા છવાયેલી હોય છે. નોરા તેના ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે. હવે તેણીએ ફરી એક પોતાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો ક્ઝે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

નોરા ફતેહીએ ‘ડ્રેક’ના ‘વન ડાન્સ’ સોન્ગ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસએ ગુલાબી રંગની બિકીની ટોપ અને બ્લુ રંગની ડેનિમ શોર્ટ્સ પહેરેલા છે અને અંગ્રેજી સોન્ગમાં ડાન્સ મુવ કરતી જોવા મળી રહી છે. તેના છૂટા વાળ તેના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યા છે. આ વાયરલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરતા યુકે સ્થિત ડાન્સર, મોડેલ અને કોરિયોગ્રાફર ગીનાએ કેપ્શન લખ્યું હતું, ‘સમર ટાઇમ વાઇબ્સ …. બેક અપ એન્ડ વાઇન ઇટા.’

નોરાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર તેના ચાહકોને ખૂબ શેર કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સાથે, કલાકારો અને ચાહકો કોમેન્ટ કરીને તેના ડાન્સ સ્ટેપ્સના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ નોરા ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. આ ફિલ્મ અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા પણ જોવા મળશે.

Leave a Comment