બોલીવુડમાં ડ્રગ્સનું ભૂત ક્યારે થમશે ? નાસિકના રિસોર્ટમાં પોલીસનો મોટો દરોડો, જાણીતી આ અભિનેત્રીઓ સહિત 22ની ધરપકડ

સુશાંત સિંહના મૃત્યુ બાદ બોલોવુડમા ઘણા બધા ડ્રગ્સ કેસ સામે આવ્યા હતા.ઘણા ડ્રગ તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે મહારાષ્ટ્રમાં વધુ એક ડ્રગ્સ રેકેટ પકડવામાં આવ્યું છે. આ ઘટના નાસિકની છે જ્યાં ડ્રગ્સ પાર્ટીમાં દરોડા પડવામાં આવ્યા છે. પોલીસને પાર્ટીમાં 12 છોકરીઓ સહિત 22 લોકો મળી આવ્યા હતા. પોલીસે કહ્યું કે આ લોકોમાંથી કેટલાક બોલિવુડ સાથે સંકળાયેલા છે. નાસિક ગ્રામિણ પોલીસે ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યો અને આ 22 લોકોને પકડયા છે. આ ડ્રગ્સ પાર્ટી ઇગત પુરીના એક ખાનગી બંગલામાં ચાલી રહી હતી. પાર્ટીમાં હુક્કા અને ડ્રગ્સનો પણ ઉપયોગ તેઓ કરી રહ્યા હતા

નાસિક ગ્રામિણ પોલીસના એસપી સચિન પાટિલે જણાવ્યું હતું કે માહિતિ મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે 10 છોકરાઓ અને 12 છોકરીઓ મળી આવ્યા હતા જેમાંથી 6 છોકરીઓ ફિલ્મો સાથે સંકળાયેલી છે અનેĺ એક બિગ બોસની સ્પર્ધક રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે તમામ મેડિકલ ચેકપ કરવામાં આવી રહ્યા છે અને તે પછી તમામની કાનુની કાર્યવાહી કરવમાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકોમાં મોટાભાગના મુંબઇના રહેવાસી છે. આ જન્મદિવસની પાર્ટિ મુંબઇનો ઉદ્યોગપતિ અને બુકીની હતી.ઘટના સ્થળેથી એક વિદેશી મહિલાને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે.

Leave a Comment