બોલેરોમાંથી દારૂનો જથ્થો પકડી પાડતી નવાબંદર મરીન પોલીસ, 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

નીરવ ગઢીયા, ઉના 

ઉના નજીક આવેલ નવાબંદર મરીન પોલીસે બૂટલેગરો સામે લાલ આંખ કરી બુટલેગરોને જેલ હવાલે કર્યા છે. જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી મનિન્દ પ્રતાપસિ પાવર તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી આદેશ મુજબ જુગાર બાબત સુચના આપી હતી.

જેના અનુસંધાને ગીર સોમનાથ એચ.એસ.પી વેરાવળ ડિવિઝન ઓમ પ્રકાશ જાડ તથા કે જે ચૌહાણ પોલીસ સબ ઈન્સ્પેક્ટર નવાબંદર પોલીસ તથા તેમના સ્ટાફ સર્વેલન્સ સ્ટાફના એસ આઈ સરમણભાઇ તથા પ્રવિણ મોરી કોસ્ટેબલ ઉના નવાબંદર પેટ્રોલિંગ કરવા ગયેલ હતા. દરમિયાન પ્રવિણ મોરી અને ખાનગી બાતમી મળતા બોલેરોમાં અંડરગ્રાઉન્ડ છુપાયેલો ઇંગ્લિશ દારૂ, બિયર ટીન ૭૧૧ કિંમત રૂપિયા ૧૨૩૦૦ ફોરવીલ મળી ૭,૨૫,૩૦૦ ફુલ મુદ્દામાલ પકડી પાડ્યો છે.

દારૂ સહિતના મુદામાલ સાથે આરોપી વિવેકાનંદ જીતેન્દ્ર જોષી, અજય રાજા,લક્ષ્મણ ભાઈ મોરી, સાજીદભાઈ તમારેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બાર માલિક ધર્મેશ ભાઈ બારીયા મહેંદી જય અંબે બારવાળા તેમજ દારૂ મંગાવનાર ધર્મેશ ઝાંઝરડા રોડને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Comment