બ્રહ્મ સમાજ લાલઘૂમ: લેરીયામાં ઈટાલીયાને બદલે અન્ય અંટાયા !!

વિસાવદરનાં લેરીયા ગામે આપના નેતાઓ અને બ્રહ્મસમાજના આગેવાનો વચ્ચે માથકૂટ થઇ હતી. આપના નેતા ગોપાલ ઇટાલીયાનાં વિડિયોના વિવાદને કારણે બ્રહ્મ સમાજનો ટાર્ગેટ ઇટાલીયા હતા પણ આ માથાકૂટમાં અન્ય નેતા અંટાઇ જતા રાજકારણ ગરમાઇ ગયું છે.

વિસાવદરનાં લેરીયા ગામે આપના નેતાઓ અને બ્રહ્મ સમાજના આગેવાનો વચ્ચે માથાકૂટ: સામ-સામી ફરિયાદ

વિસાવદર તાલુકાના લેરિયા ગામે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા નીકળી હતી. જેમાં આપના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલીયા, ઇશુદાન  ગઢવી, પ્રવિણ રામ અને મહેશ સવાણી સહિતનાં પણ ઉપસ્થિત હતા. આ યાત્રા નીકળી ત્યારે બ્રહ્મ સમાજના લોકોએ કાળા ઝંડા લઇને તેનો વિરોધ કર્યો હતો. જો કે જોત જોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ બનાવ અંગે આપના નેતાઓએ જાહેર કર્યુ હતું કે, ગત સાંજના 6 વાગ્યાના અરસામાં ટોળાએ હથીયારો સાથે  હુમલો કર્યો હતો. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. આ હુમલામાં એક કાર્યકરને ગંભીર ઇજા પણ થઇ હતી. આ મામલે આપ દ્વારા ટોળા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

બ્રહ્મ સમાજે ઘટના અંગે જણાવ્યું કે આપનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ તેનો વિડિયો વાયરલ કરેલ જેમાં હિન્દુ દેવ-દેવીઓ-સંતો- કથાકારો વિશે અભદ્ર વાલી વિલાસ કરેલ તેના વિરુધ્ધમાં હિન્દુ સમાજના વ્યક્તિઓ કાળા ઝંડા અને બેનરો લઇ લેરીયા ગામે ગયેલ. જ્યાં બસસ્ટેન્ડ ચોકમાં તે લોકોની ગાડીઓનો કાફલો આવતા હાથમાં ઝંડા-બેનરો લઇ હર હર મહાદેવ સનાતન ધર્મ કી જય તેવા નારા લગાવેલને બાદમાં ગાડીઓ ઉભી રહેતા. જેમાં ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, હરેશ સાવલીયા, પ્રવિણ રામ, પાઘડાણ તેમજ 40 થી 50 આપના કાર્યકરો ગાડીમાંથી ઉતરીને અભદ્ર શબ્દો બોલવા લાગ્યા હતાં.

તેમની સાથે બ્રહ્મસમાજના વાત કરેલ કે અમારે આમ આદમી કે બીજા કોઇ વ્યક્તિ સામે વાંધો નથી અમારે ગોપાલ ઇટાલીયાએ વાણી વિલાસ કરેલ છે. તેની સામે વાંધો અને પ્રદર્શન કરવા આવેલ છીએ તો તે લોકો ઉશ્કેરી જઇને બોલવા લાગેલ કે અમો સંપૂર્ણ તૈયારી સાથે સભાઓ કરવા નીકળીએ છીએ. અમુક કાર્યકરો પાસે ઘાતક હથીયાર જેવા કે તલવારો, પાઇપો, લાકડાના ધોકા સાથે વિરોધ કરતા વ્યક્તિઓ ઉપર હુમલો કરેલ જેમાં 4 વ્યક્તિને ઇજા થવા પામી હતી. આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરનારા ઉપર ફોર વ્હિલ ચડાવી દેવાનોને અને જાન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતી. અબતક, રાજકોટ

વિસાવદરનાં લેરીયા ગામે આપના નેતાઓ અને બ્રહ્મસમાજના આગેવાનો વચ્ચે માથકૂટ થઇ હતી. આપના નેતા ગોપાલ ઇટાલીયાનાં વિડિયોના વિવાદને કારણે બ્રહ્મ સમાજનો ટાર્ગેટ ઇટાલીયા હતા પણ આ માથાકૂટમાં અન્ય નેતા અંટાઇ જતા રાજકારણ ગરમાઇ ગયું છે.

વિસાવદર તાલુકાના લેરિયા ગામે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા નીકળી હતી. જેમાં આપના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલીયા, ઇશુદાન  ગઢવી, પ્રવિણ રામ અને મહેશ સવાણી સહિતનાં પણ ઉપસ્થિત હતા. આ યાત્રા નીકળી ત્યારે બ્રહ્મ સમાજના લોકોએ કાળા ઝંડા લઇને તેનો વિરોધ કર્યો હતો. જો કે જોત જોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ બનાવ અંગે આપના નેતાઓએ જાહેર કર્યુ હતું કે, ગત સાંજના 6 વાગ્યાના અરસામાં ટોળાએ હથીયારો સાથે  હુમલો કર્યો હતો. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. આ હુમલામાં એક કાર્યકરને ગંભીર ઇજા પણ થઇ હતી. આ મામલે આપ દ્વારા ટોળા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

બ્રહ્મ સમાજે ઘટના અંગે જણાવ્યું કે આપનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ તેનો વિડિયો વાયરલ કરેલ જેમાં હિન્દુ દેવ-દેવીઓ-સંતો- કથાકારો વિશે અભદ્ર વાલી વિલાસ કરેલ તેના વિરુધ્ધમાં હિન્દુ સમાજના વ્યક્તિઓ કાળા ઝંડા અને બેનરો લઇ લેરીયા ગામે ગયેલ. જ્યાં બસસ્ટેન્ડ ચોકમાં તે લોકોની ગાડીઓનો કાફલો આવતા હાથમાં ઝંડા-બેનરો લઇ હર હર મહાદેવ સનાતન ધર્મ કી જય તેવા નારા લગાવેલને બાદમાં ગાડીઓ ઉભી રહેતા. જેમાં ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, હરેશ સાવલીયા, પ્રવિણ રામ, પાઘડાણ તેમજ 40 થી 50 આપના કાર્યકરો ગાડીમાંથી ઉતરીને અભદ્ર શબ્દો બોલવા લાગ્યા હતાં. તેમની સાથે બ્રહ્મસમાજના વાત કરેલ કે અમારે આમ આદમી કે બીજા કોઇ વ્યક્તિ સામે વાંધો નથી અમારે ગોપાલ ઇટાલીયાએ વાણી વિલાસ કરેલ છે. તેની સામે વાંધો અને પ્રદર્શન કરવા આવેલ છીએ તો તે લોકો ઉશ્કેરી જઇને બોલવા લાગેલ કે અમો સંપૂર્ણ તૈયારી સાથે સભાઓ કરવા નીકળીએ છીએ. અમુક કાર્યકરો પાસે ઘાતક હથીયાર જેવા કે તલવારો, પાઇપો, લાકડાના ધોકા સાથે વિરોધ કરતા વ્યક્તિઓ ઉપર હુમલો કરેલ જેમાં 4 વ્યક્તિને ઇજા થવા પામી હતી. આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરનારા ઉપર ફોર વ્હિલ ચડાવી દેવાનોને અને જાન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતી.

જ્ઞાતિબેઇઝ રાજકારણ ‘આપ’ની દિશા વેરવિખેર કરી નાખશે

ગુજરાતમાં સત્તાનું સિહાંસન હાંસલ કરવા માટે આમ આદમી પાર્ટીનો પગપેસારો થયો છે. આપના નેતાઓ પણ હાર્દિક પટેલની રાહે ચાલી રહ્યાં છે અને જ્ઞાતિ બેઇઝ રાજકારણને સત્તા સુધી પહોંચવા ઇચ્છી રહ્યાં છે. જો કે જ્ઞાતિ બેઇઝ રાજકારણ આપની દિશા વેરવિખેર કરી નાખે તેવા સંજોગો આરભેં જ દેખાઇ રહ્યાં છે. ગઇકાલે આમ આદમી પાર્ટીના કાફલા પર વિસાવદરના લેરીયા ગામ પાસે હુમલો થયો હતો.

આ હુમલો કોઇ રાજકીય ન હતો પરંતુ આપના પ્રદેશ પ્રમુખ ઇટાલીયાએ બ્રહ્મ સમાજ વિશે કરેલાં બેફામ વાણી વિલાસથી રોષે ભરાયેલાં ભૂદેવોએ હુમલો કર્યો મનાઇ રહ્યો છે. એક જ્ઞાતિને રાજી રાખી અને બીજા જ્ઞાતિ વિશે ખસાતું બોલવું કોઇપણ રાજકીય પાર્ટીને પાલવે તેવી જો ગુજરાતના રાજકારણમાં આપે લાંબો સમય સુધી ટકવું હશે તો તમામ સમાજને સાથે ચાલવાની ભાવના કેળવી પડશે અન્યથા અગાઉ નવી શવી રાજકીય પાર્ટીને જે હાલ ગુજરાતની જનેતાએ કર્યા હતા તે હાલ આપની થઇ જશે.

Leave a Comment