માયાવતીના હાથીને હવે બળ મળશે કે ભાર વધશે ?

માયાવતીનું રાજકીય મમત્વ અને આત્મ વિશ્વાસનો અતિરેક હાથીને બળ આપશે કે ભાર વધારશે

દેશના મુખ્ય રાજકીય પ્રવાહમાં આગામી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ની તૈયારી નો ધમધમાટ ઉભો થયો પરીક્ષા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ ના સમાંતર ડાબેરી પક્ષો પણ પોતાની રીતે જોર મારી રહ્યા છે બહુજન સમાજ પાર્ટીના માયાવતી એ હું રવિવારે પક્ષની રણનિતી જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ઉતરાખંડ સહિતના રાજ્યોમાં બહુજન સમાજ પાર્ટી કોઈના ટેકા લીધા વગર એકલે હાથે ચૂંટણી લડશે જોકે પંજાબમાં માયાવતી શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન સાધે તેવા સંકેતો આપ્યા હતા.

પંજાબમાં શિરોમણી અકાલી દળ અને 97 અને બહુજન સમાજ પાર્ટી ને 20 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળશે બહુજન સમાજ પાર્ટી વિશાલ છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે 2014માં સમાજ પાર્ટી લોકસભાની એક પણ બેઠક પર ખાતું ખોલાવી શકી ન હતી જો કે 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 19 બેઠકોપૂરતી સીમિત થઈ ગઈ હતી છેલ્લા કેટલાક મહિનાઓથી બહુજન સમાજ પાર્ટી ધારાસભ્યોની સંખ્યા સતત ઘટી રહી છે.

ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાં બહુજનસમાજ પાર્ટી નો હાથી એકલો જ સફર ઉપર નીકળશે ત્યારે તેનું મૂકામ ક્યાં સુધી પહોંચશે ??તેના ઉપર મીટ મંડાઇ રહી છે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ બીએસપી કોઈનો ટેકો નહીં લે માયાવતીનો આ આત્મવિશ્વાસ ને મતદારોની કેટલી સ્વીકૃતિ મળે છે તેના પર તમામ નિ મિ ટ મંડાયેલી છે

Leave a Comment