માળીયા હાટીનાની ત્યકતા પર કુટુંબી શખ્સે ગુજાર્યો બળાત્કાર

એક સંતાનની માતાને લગ્ન કરવા રાજકોટ લાવી અવાર નવાર આચર્યુ દુષ્કર્મ

જૂનાગઢના માળીયા હાટીનાની એક સંતાનની માતાને પ્રેમ ઝાળમાં ફસાવી વેરાવળ ભાલકાના કુટુંબી શખ્સે બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બળાત્કારના ગુનામાં પકંજ રમેશ માકડીયાની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ ભાલકાના પંકજ રમેશભાઇ માકડીયા નામના શખ્સે બે યુવતી સાથે લગ્ન કર્યા બાદ માળીયા હાટીયાનાની ત્યકતાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ દઇ રાજકોટના બસ સ્ટેશન પાછળની હોટલ અને એરપોર્ટ નજીક શિવપરા વિસ્તારમાં મકાન ભાડે રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

એક સંતાનની માતાના ત્રણેક વર્ષ પહેલાં છુટાછેડા થયા બાદ એક લગ્ન પ્રસંગમાં પંકજ માકડીયાનો પરિચય થતા બંનેએ પોતાના મોબાઇલ નંબરની આપ લે કરી મોબાઇલમાં વાત કરતા હતા. ગત તા.25 ઓગસ્ટના રોજ માળીયા હાટીના ગામેથી ત્યકતાને ભગાડી રાજકોટ લાવી દુષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે પંકજ માકડીયાની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

Leave a Comment