યેદિયુરપ્પાનું સન્માન જળવાયું!! બોમાઇ બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

કેરળના 20માં મુખ્યમંત્રી બનનાર બોમાઇની તાજપોશીથી પક્ષને બેવડો ફાયદો, લિંગાયત મતબેન્ક વધુ સુદ્રઢ બનશે અને કર્ણાટકનું વિકાસ વધુ વેંગવાન બનશે

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના સ્થાને તેમના વિશ્ર્વાસુ બોમાઇને મુખ્યમંત્રી બનાવી પક્ષ દ્વારા યેદિયુરપ્પાનું સન્માન સંપૂર્ણપણે જળવાઇ રહે તેની ખાસ તકેદારી રાખવમાં આવી છે. મોદી, શાહના દૂરંદેશી વ્યૂહથી ભાજપ 2030નું રોડ મેપ તૈયાર કરી રહ્યું હોય તેમ જૂના પીઢ નેતાઓને સલાહકારની ભૂમિકામાં રાખીને પદ આપી ભાજપ સંગઠન, સંકલન અને પક્ષની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવાની રણનીતીમાં સફળ રીતે આગળ વધી રહ્યું છે.

સામાન્ય રીતે નરેન્દ્ર મોદી સામા પૂરે તરી સફળ પ્રયોગ અને જોખમી નિર્ણયોને લાભરૂપ બનાવવામાં રાજકારણના ચાણક્ય બની રહ્યાં છે. સામાન્ય રીતે સત્તામાં ન હોય તેવા પક્ષોને પણ નવો રાહ કંડારવામાં હંમેશા ભય સ્થાનો નજરે પડે છે જ્યારે ભાજપ સત્તામાં રહીને સંગઠનને વધુ મજબૂત બનાવવા યોગ્ય ફેરફાર કરવામાં સફળ રહ્યું છે.

યેદિયુરપ્પાની જગ્યાએ કર્ણાટકના 20માં મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર બોમાઇને મુખ્યમંત્રી બનાવી ભાજપે એક કાંકરે અનેક નિશાન સાંધી લીધા છે.યેદિયુરપ્પાનું માન જળવાઇ રહે તેની ખાસ તકેદારી રાખીને તેમના વિશ્ર્વાસુ બોમાઇને મુખ્યમંત્રી બનાવીને નવાં કાર્યક્ષમ મુખ્યમંત્રીની સાથેસાથે લિંગાયત સમાજની લાગણી પણ સાચવી લીધી છે.

બોમાઇ ત્રણ વખત સીગાવ મતક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવે છે. તેમના પિતા પૂર્વ કેન્દ્રિય મંત્રી એસ.આઇ.બોમાઇનો રાજકીય વારસો ધરાવતાં બસોવરાજ બોમાઇ યેદિયુરપ્પાના ખાસ વિશ્ર્વાસુ ટેકેદાર ગણવામાં આવે છે. યેદિયુરપ્પાને બદલવાના પક્ષના નિર્ણયને લઇને સગ્રહ દેશના રાજકારણને કર્ણાટકની આ ફેરબદલી ફળશે કે નડશે તેની ચર્ચા શરૂ થઇ હતી પરંતુ બોમાઇને મુખ્યમંત્રી બનાવવા નિર્ણયનો સૌથી વધુ સંતોષ અને આનંદ યેદિયુરપ્પાએ વ્યક્ત કર્યો હતો. ભાજપ અને મોદી, શાહના દૂરંદેશી વ્યૂહના સારા પરિણામો મળી રહ્યાં છે.

ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પક્ષને શિસ્તબંધ અને કોર્પોરેટ ઢબે ચલાવીને પક્ષના હિતમાં જરૂરી ફેરફાર અને આંતરીક સંકલન સુદ્રઢ રાખવામાં સૌથી વધુ સફળ રહ્યાં છે. કેન્દ્રિય મંત્રીમંડળમાં પણ નવા ચહેરાઓને સ્થાન આપીને મોદીએ દેશભરના સંગઠનમાં બદલાના પાયા નાખ્યા છે. ભાજપે ચાર મહિનામાં ચાર મુખ્યમંત્રી બદલ્યા છે જે પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને મિશન-2030ના રોડ મેપનું ભાગ હોવાનું હવે દેખાઇ રહ્યું છે. બોમાઇને કેરળના 20માં મુખ્યમંત્રી બનાવીને ભાજપ કર્ણાટકમાં લિંગાયત વોટ બેંકને વધુ મજબૂત બનાવવાની સાથેસાથે સરકારની કાર્યક્ષમતા વધારવામાં પણ સફળ બનશે.

Leave a Comment