રંગભૂમિના પ્રસિદ્ધ સંગીતકાર રૂમી બારીયાએ વાગોળ્યા પોતાના અનુભવ, સંગીતને જ ગણાવ્યું પોતાનું મિશન

‘ચાય-વાય અને રંગ મંચ’ ગુજરાતી તખ્તાને સંગ કોકોનટ થિયેટર પ્રસ્તૃત  શ્રેણીમાં હાલ એકેડેમીક સેશનમાં  ગુજરાતી  રંગમંચ અને ફિલ્મો-ટીવી ધારાવાહિક શ્રેણીના ખ્યાતનામ કલાકારો  લાઈવ આવીને  પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. રંગભૂમિના વિવિધ પાસાઓની તલસ્પર્શી માહિતી  યુવા કલાકારોને જાણવા મળતા આ શ્રેણી ખૂબજ પ્રચલિત થઈ ગઈ છે. સમગ્ર  દેશ-દૂનિયાના કલારસિકો જોડાઈને જ્ઞાન મેળવી રહ્યા છે.

બેક ગ્રાઉન્ડ સંગીત મારા માટે એક મિશન છે, પાશ્ર્ચાત્ય સંગીત એ મારા નાટકનું પાત્ર છે:કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય-અને રંગમંચ’શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું  લાઈવ પ્રસારણ માણો

રંગભૂમિ પાર 520 એકાંકીઓ અને 219 જેટલા ફૂલ.લેંથ નાટકોમાં.સંગીત આપી ચૂકેલા રૂમી બારીયા લગભગ પાંચ દાયકાથી કાર્યરત છે. અભિનેતાની સાથે સંગીત દિગ્દર્શક બનવાની રોચક સફરમાં ગઈકાલનો વિષય હતો રંગભૂમિ પર સગીતનું મહત્વ. રૂમી ભાઈએ કહ્યું કે માત્ર રંગભૂમિ પર જ નહીં સગીતનું મહત્વ સમગ્ર જીવનમાં છે..દરેક કાર્યની આસપાસ ક્યાંક સંગીત અસર કરે જ છે. નાના બાળકને લઘુશંકા નિવારણ માટેય માં શી..શી..નો સંગીત સાદ કરે છે.

નવસારી જેવા નાનકડા શહેરથી સમગ્ર ગુજરાત,મુંબઈની રંગભૂમિ સુધી પ્રસિદ્ધ એવા રૂમી ભાઈએ મૂળ વિષય પર વાત કરતા જણાવ્યું કે નાટ્યક્ષેત્રમાં આવવા માટે પરિવારે ખૂબ જ સપોર્ટ કર્યો. બાળપણમાં સૌ ઓરથમ 1979માં ઉદય આર્ટ સંસ્થાના નાટક “અને સરસો લઢી પડ્યા” માં માત્ર માઇક આપવાની એક એન્ટ્રી હતી. ત્યારબાદ નાટય સ્પર્ધામાં કલાકારનું રિપ્લેસમેન્ટ કર્યું. પછી “પ્રેતની પ્રીત” ત્રીઅંકી  નાટકમાં રોલ મળ્યો. પ્રીત ની પ્રીત એ હોરર નાટક હતું જેમાં સંગીતની ખૂબ જ જરૂર હતી અને એ વખતે નાટકોમાં સંગીત લાઈવ વાગતા ત્યારે 1981માં ફિલ્મ ગહેરાઈ આવી. જેમાં હોરર ઇફેક્ટ હતી.

જે ફિલ્મમાંથી એ વખતે નાનકડી ટેપ રેકોર્ડ માં સંગીત ભેગું કર્યું અને એ સંગીતનો ઉપયોગ અમારા નાટકમાં કર્યો જે ખૂબ વખણાયું ત્યારબાદ ફિલ્મોમાંથી કે બીજી કોઈ રીતે સંગીત ના ટુકડાઓ ના કલેક્શન ભેગા કર્યા અને એ વખતે લગભગ કેસેટો નો કોથળો ભરાઈ ગયો અને નાટકોમાં સંગીત આપવાનું શરૂ કર્યું એક નાટ્ય સ્પર્ધામાં અગિયારી નામોમાંથી 10 ઇનામો અમને મળ્યા નાટકમાં અભિનય કરતી વખતે બેગ્રાઉન્ડ સંગીત બરાબર નવ વાગ્યે તો હું અકડાઈ જતો અને એ વખતે અભિનય ન કરતા બેકગ્રાઉન્ડ સંગીત આપવાનું નક્કી કર્યું તે વખતે મુંબઈનું શૈલેષ દવે નું નાટક રમત ચોકડીની જોવાનો અવસર મળ્યો જેનું સંગીત સાંભળીને હું દંગ રહી ગયો સાથે જ થિયેટરમાં મ્યુઝિક ઓપરેટરે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું એની સમજ મળી નાટ્ય થિયેટરમાં થિયેટરની ડાયરેક્ટ લાઈન દ્વારા સંગીત પહોંચાડવું એની ખબર પડી કોઈ ભીંતેથી આઇના ઉતારો નામનું અદભુત નાટક જોયું જેમાં સંગીત નો મહત્વનો ફાળો હતો

મુંબઈનાં નાટકો જોઈને હું સંગીત શીખ્યો ખૂની ખેલ એ સંતાકૂકડી નાટકમાં અભિનય કરતાં કરતાં સંગીત પણ આપ્યું જેમાં પાંચ મિનિટના રોલ માટે બેસ્ટ એક્ટરનું સલમાન પણ મળ્યું 1992માં બોરિંગ નામનું નાટક કર્યું ત્યારથી યુનુસ નામનો મિત્ર મારી સાથે જોડાયો અમે સાથે સંગીત આપવા માંડ્યા ત્યારબાદ ઓળખાણ નામનું નાટક આવ્યું જે ખૂબ ગમ્યું સનતભાઈનો નાટકનું અંતિમ સ્વાદ આજે પણ યાદ છે જેમાં શૈલેષ દવે સંગીત નહોતું આપ્યું એની ઇફેક્ટ પણ ગજબની હતી શૈલેષભાઈ અને સનતભાઇ જેવા ધુરંધરોને દિલથી સલામ એક દિવસે અચાનક મુંબઈથી કાંતિ મળ્યા નો ફોન આવ્યો અને જણાવ્યું કે મારા નાટકમાં મ્યુઝિક આપવાનું છે

ત્યારે મળ્યા સાથે જોડાયો અને જ્યાં સુધી એમને સંતોષ ન થાય ત્યાં સુધી હું સંગીત બનાવીને સંભળાવતો રહેતો કાંતિ મળ્યાનો ગજબનો પ્રભાવ હતો કલાકારો પણ એમનાથી ગભરાતા ત્યારે રિહર્સલ દરમિયાન અમુક કલાકાર મને કહેતા કે નાટકમાં વેસ્ટન સંગીતની જરૂર છે ત્યારે હું કહેતો કે દિગ્દર્શક કાંતિ મડિયા કેસે તો જ સંગીત બદલાશે રિહર્સલ દરમિયાન મેં પણ મળી અને કહેવાનો પ્રયત્ન કર્યો પણ મળ્યા પોતાની વાત પર અડગ રહ્યા અને કહ્યું કે ભારતીય સંગીત જોઈએ રિહર્સલ બાદ મઢિયા સાથે એમની ગાડીમાં લિફ્ટ લીધી જેમાં એમણે મારી વાત માની અને કહ્યું રૂમી તને જે ઠીક લાગે કલાકારો સામે હું તારી વાત ન માની શકો ખરેખર મળ્યા લયિફિં વ્યક્તિ હતા નવસારીના અમારા એક નાટકના રિહર્સલમાં શૈલેષભાઈ દવે આવ્યા જેમણે આખું નાટક જોયા બાદ મારા નામની બૂમ પાડી અને હું શૈલેષભાઈ સામે હાજર થયો ત્યારે એમણે કહ્યું નાટકનો મ્યુઝિક બહુ સારું છે

આ મારા માટે સૌથી મોટું પ્રમાણ પત્ર હતું સંગીતની સફર અવિરત ચાલુ જ હતી 1992માં સુરતની એક કોમ્પિટિશનમાં વિલોપન ભાઈનું લખેલ નાટક નાટ્ય સ્પર્ધામાં કરવાનું હતું સમગ્ર ગુજરાતમાંથી 19 નાટકો આવ્યા હતા જેમાં 14 નાટકમાં મેં સંગીત આપ્યું હતું શરૂઆતથી જ મને કોમેડી નાટકોમાં રસ ઓછો કોમેડી નાટકમાં સંગીત ના નામે કઈ કરવાનું જ ના આવે પણ ુફુમશ સફફિક્ષષશફના સંગીત આપવાનો અવસર આવ્યો યસ ક્ષશતફક્ષિશ સ્ટાઈલ જોઈને કોમેડી નાટકો પણ ગમવા લાગ્યા જેની અંદર સિચ્યુએશન કોમેડી હોય એમાં સંગીત આપવાની વધુ મજા આવે સફર દરમિયાન રંગભૂમિના દરેકે દરેક દિગ્ગજ દિગ્દર્શકો સાથે કામ કરવાનો અવસર મળ્યો એક મીઠી મૂંઝવણ પર્ફેક્ટ ફેમિલી તકદીરનો તકાજો આ ત્રણે નાટકો એકસાથે નવસારીમાં હતા જેમાં વિલોપન ભાઈ લેખક હતા.

વિલોપન ભાઈ ની ઈચ્છા હતી કે રૂમે બારીયા સંગીત આપે તકદીરનો તકાજો ના દિગ્દર્શક અમિતભાઈ દિવેટિયા હતા જેમને બનાવવા બહુ અઘરું કામ હતું વિલોપન ભાઈએ પ્રથમ અમિતભાઈ ને મનાવ્યા અમિતભાઈ મારા સંગીત સ્ટુડિયો માં આવ્યા મેં એમને સંગીત ના અલગ અલગ પીસ સંભળાવ્યા અને અમિતભાઈ એ સામેથી કહ્યું તે આપણા નાટક નું સંગીત રૂમી બારીયા આપશે મારી સંગીત સફરમાં વિલોપન દેસાઈનો ખૂબ જ મહત્વનો ફાળો છે તેમણે કહ્યું હતું રૂમી દરેક કામમાં આંખો ખુલ્લી અને મોઢું બંધ વિલોપન ભાઈની આ સલાહ આજે પણ હું પાડી રહ્યો છું રૂમી ભાઈએ પોતાના બીજા નાટકની વાત કરતા જણાવ્યું રાજરમત નાટકમાં સ્ટેજ પર ટ્રેન આવતી જે ટ્રેનની ભોગી ખેલ પરેશ નામના સુપ્રસિદ્ધ સેટ ડિઝાઈનરે ઊભી કરી હતી જેમાં રાગિણીબેન અને દીપક ઘીવાલા અભિનય કરતા એમાં પણ જ્યારે રાગિણીબેન ચાલુ ટ્રેન નો દરવાજો ખોલે છે ત્યારે સામેથી બીજી ટ્રેન પસાર થાય છે એનું સંગીત આપતી વખતે જાણ પરીક્ષા આપવાની હોય એવી હાલત હતી.

સંગીત ની સાથે સાથે સંગીત ઓપરેટરો માટે પણ રૂમી  બેકગ્રાઉન્ડ સંગીત મારા માટે એક મિશન છે પાશ્ચાત્ય સંગીત એ મારા માટે નાટકનું પાત્ર છે જેનો સાચો ઉપયોગ થાય તો સંગીતકાર સફળ ગણાય એવું માનવું છે રોમી બારીયા નું ખાલી નાટ્યગૃહ અને ઓડિયન્સ સાથે ના બેઠેલા થિયેટરમાં બંનેના સંગીતમાં 60 ટકાનો ફરક આવે છે. રૂમી ભાઈએ આજે એમની નાટ્ય સફરની ઘણી જાની અજાણી વાતો કરી જે સંગીત પ્રેમી અને નાટ્ય સંગીતમાં આવનાર કલાકારોએ સમજવા અને જાણવા જેવી છે. કોકોનટ થીયેટર નાં ફેસબુક પેજ ને લાઈક અને ફોલો કરીને આપ  ગમતા નામાંકિત રંગમંચના નામવંત કલાકારોને મળી શકો છો.

આજે પ્રસિધ્ધ અભિનેતા દેવાંગ જાગીરદાર લાઈવ આવશે

ગુજરાતી રંગભૂમિના જાણિતા દિગ્દર્શક અને અભિનેતા દેવાંગ જાગીરદાર કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે  લાઈવ આવીને સ્ટેજની મર્યાદા વિષય પર પોતાના અનુભવો શેર કરશે. ગુજરાત રાજય સંગીત નાટય સંઘ દ્વારા  સન્માનીત દેવાંગ જાગીરદારને ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાનાંવિજેતા છે. થિયેટર ડિરેકશન માટે તેમને રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત તરફથી પણ એવોર્ડ મળેલ હતો. તેમના ઘણા નાટકો તેમના અભિનય અને ડિરેકશનથી સફળ થયા હતા છેલ્લા બે દાયકાથી ગુજરાતી રંગમંચ સાથે જોડાયેલા દેવાંગ જાગીરદારના  આજના લાઈવ એકેડેમીક સેશનમાંથી યુવા કલાકારોને ઘણુ શિખવા મળશે.

Leave a Comment