રાજકોટમાં ચાનો સગડો રાખવા મુદ્દે મારામારી; વેપારીને બે શખ્સોએ ધોકાવ્યો

રાજકોટમાં મારામારીનો વધુ એક બનાવ પ્રકાશિત થયો છે જેમાં સીંગ-દાળિયાના વેપારી પર ચાની દુકાન ધરાવતા બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે જેથી તેમને ગંભીર ઇજા પોહ્ચ્તા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નીલકંઠ સિનેમા રોડ, આનંદનગર કોલોનીમાં રહેતા અઝીઝભાઇ ઇકબાલભાઇ વિરાણી નામના યુવાને યાર્ડ પાસે રહેતા લાલા ભરવાડ અને ડાયા ભરવાડ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અઝીઝભાઇના ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે કેનાલ રોડ પર અરિહંત કોમ્પ્લેક્સમાં સીંગ-દાળિયાની દુકાન ધરાવે છે. જ્યારે આરોપીની બાજુમાં બળદેવ ચા નામની દુકાન છે.

તેઓ રવિવારે સવારે દુકાને હતા. ત્યારે ડાયા ભરવાડની ચાની દુકાન બહાર રાખેલા સગડામાંથી રાખ, ધુમાડો દુકાનમાં યુવાનની દુકાનમાં આવતો હોય ને સગડો દૂર રાખવાની વાત કરતા ડાયા ભરવાડ અને તેનો ભાઇ લાલાએ સગડો અહીં જ રહેશે તેમ કહી ઝઘડો કરી બંને ભાઈઓએ પાઇપથી હુમલો કરી હાથે-પગે, માથા સહિતના ભાગોમાં ઇજા પહોંચાડી હતી. હુમલામાં અઝીઝભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment