રાજકોટમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેમ કર્યા વખાણ..?

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અંતર્ગત તેમની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના બીએપીએસ મંદિર ખાતે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડસ અને રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરની વિધાનસભા-69 માં સમાવિષ્ઠ વોર્ડ નં. 1,ર,3,8,9, અને 10 માં વસતા જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડસ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં કોરોનાકાળમાં જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ, ફુડ પેકેટ વિતરણ તેમજ અન્ય સેવાકાર્યો શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અન્ય કલ્યાણકારી સંગઠનોના સહયોગથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રસીકરણ ડ્રાઈવમા સંસ્થા તરફથી 8 કરોડ રૂપીયાની સહાય કરવામાં આવેલ છે. ત્યારે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસના આ ભગિરથ કાર્ય બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કાર્યને બીરદાવેલ હતું.

ત્યારે આ રાશનકીટ વિતરણ સમારોહનમાં ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજ, કમલેશ મિરાણી, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, ડો પ્રદીપ ડવ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ ધ્રુવ, પુષ્કર પટેલ, ચેતન રામાણી, વિજય બુલચંદાણી, અભીલાષ વી.બી. સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ કીટ વિતરણ સમારોહમાં સંચાલન શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરે અને સ્વાગત પ્રવચન મલબાર ગ્રુપના વિજય બુલચંદાણીએ કરેલ અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે કરેલ. કાર્યક્રમની વ્યવસ્થા વિક્રમ પુજારા અને મહેશ રાઠોડે સંભાળેલ હતી.

Leave a Comment