રાજકોટ: કોઠી કમ્પાઉન્ડ પાસે યુવાનની લટકતી લાશ મળી

આપની આસપાસ અવાર-નવાર મર્ડર અને આપઘાતની ઘટના બનતી હોય છે ત્યારે આજ રોજ રાજકોટમાં એક પણ એક લાશ મળવાની ઘટના બની છે. આ ઘટના શહેરના કોઠી કમ્પાઉન્ડમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકોને બેસવાની જગ્યામાં મળી છે.

ત્યાં લોખંડના વિશાળ ઘોડામાં કેબલ વાયરમાં આ લાશ લટકતી જોવા મળી હતી.  આ લાશ અંદાજે ૩૦ વર્ષના યુવકની હશે તેવું જોતાં લાગે છે. આ લાશ ઘોડા પર લટકતી મળતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

આ યુવાનના માથા પર સારવારનો પાટો બાંધેલો છે અને પેટ પર ઈજાના નિશાન છે. આ મર્ડર છે કે પછી આપઘાત તેનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતકના ગળામાં શ્રીરામના ફોટાવાળુ લોકેટ પહેરેલુ છે. ડાબા હાથની ત્રીજી આંગળીમાં ધાતુની વીંટી પહેરેલી છે.

જમણા હાથે કોણી ઉપર ત્રિશુલ દોરવેલ છે. ગ્રે કલરનું પેન્ટ પહેરેલુ છે, શર્ટ પહેર્યો નથી. બનાવ આપઘાતનો છે કે હત્યાનો? તે કારણ હજુ અકબંધ છે.

Leave a Comment