રાજકોટ જિલ્લામાં 16 ગામોમાં લોકદરબાર યોજતા જિ.પં. પ્રમુખ ભૂપત બોદર

રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર (1) કુવાડવા (ર)  જીવાપર (બા) (3) સાતડા (4) જીયાણા (પ) વાંકવડ (6) સૂર્યરામપરા (7) ખીજડીયા (8) રાણપુર (9) સણોસરા (10) નાગલપર (11) ખોરાણા (1ર) રાજગઢ (13) હડાળા (14) કોઠારીયા (ટ) (1પ) બેડી (વા) અને (16) કાગવડી ગામોની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન ગામના તમામ પ્રશ્ર્નોનો જેવા કે રોડ-રસ્તા રીપેરીંગ, સિંંચાઇ, શાળા અને આંગણવાડી સંબંધી પ્રશ્ર્નો, પશુ દવાખાના તેમજ આરોગ્ય અને રસીકરણ સંબંધી પ્રશ્ર્નો તેમજ મનરેગા સબંધિત પ્રશ્ર્નોના હલ માટે સંબંધીત અધિકારીઓને સ્થળ પર જ સીધી સુચના  અને માર્ગદર્શન પ્રમુખશ્રી બોદર દ્વારા આપવામાં આવ્યા. આ લોકદરબાર કાર્યક્રમ અંતર્ગત કુવાડવા સીટ હેઠળના ગામોમાં ર7 ખેડુત લાભાર્થીઓને જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગમાંથી મંજુર ટ્રેકટર સહાય મંજુરીના પૂર્વ મંજુરી હુકમો પ્રમુખના વરદ હસ્તે અર્પણ કરાયા. આ ઉપરાંત દરેક ગામમાં 100 ટકા રસીકરણ થાય તે માટે પ્રમુખ બોદરે ખાસ આગ્રહ કરેલ અને તે માટે ગામના આગેવાનો અને વડીલો સાથે મુલાકાત કરીને સમજણ આપેલ હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ઘરે ઘરે જઇને લોકોને રસી લેવા માટે સમજાવશે જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મળી શકે, લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવા દરેક ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વધુ ને વધુ વૃક્ષારોપણ થાય તે માટે દરેક ગામજનોને ખાસ ભલામણ કરવામાં આવી. લોકદરબારના કાર્યક્રમ દરમ્યાન પ્રમુખશ્રી બોદરે અન્ય વૃક્ષો સાથે વડના ઝાડનું પણ વૃક્ષારોપણ કરેલ છે. જેનું આયુષ્ય પ00 વર્ષથી વધારે હોય છે. તે બારે મહિના ફળ આપે છે અને અસંખ્ય પક્ષીઓનો આશરો છે. તેનાથી આજુબાજુના વાતાવરણનું તાપમાન નીચું રહે છે. જમીનમાં ભેજ અને ફળદ્રુપતા જળવાઇ રહે છે જમીનનું ઘોવાણ થતું અટકાવે છે અને તેથી જ કહેવાયું છે કે એક વડનું ઝાડ અશ્ર્વમેધ યજ્ઞ જેટલું ફળ આપે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારી પી.સી. પરમાર, આઇ.આર.ડી. શાખાના નિશાબેન ઢોલરીયા, વિસ્તરણ અધિકારી વાઘેલાભાઇ અને પશુપાલન વિભાગના મગનભાઇ ડોરબીયા વગેરે અધિકારીઓ તેમજ જીલ્લા પંચાયત સદસ્ય સંજયભાઇ રંગાણી (કુવાડવા) આઇ.સી.ડી.એસ. ચેરમેનશ્રી રાજેશભાઇ ચાવડા,રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રકાશભાઇ કાકડીયા ભાજપ તાલુકા પ્રમુખ બાબુભાઇ નસીત, તાલુકા પંચાયત સદસ્ય ચેતનભાઇ કથીરીયા (ખોરાણા), શ્રી કાનજીભાઇ મેઘાણી આર.ડી.સી. બેંકના ડિરેકટર શ્રી શૈલેષભાઇ ગઢીયા, ગઢકા ગામના સરપંચશ્રી કેયુરભાઇ ઢોલરીયા, ભીખાલાલ પાંવ વગેરે આગેવાનો પ્રશ્ર્નોના સ્થળ પર જ નિકાલ માટે ખાસ હાજર રહેલ હતા અને તમામ પ્રશ્ર્નો હલ કરવામાં માટે પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર દ્વારા જરુરી કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત  તમામ સરપંચશ્રી અને ગ્રામજનોની રજુઆત ઘ્યાનમાં લઇને નવા કામોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં કુવડાવા ગામ ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. જેમાં તલાટી મંત્રી  કે.બી. ધોરીયા, સરપંચ સંજયભાઇ પીપળીયા તેમજ ગામના આગેવાનો રમેશભાઇ ઢોલરીયા, નટુભાઇ વ્યાસ, સુરેશભાઇ ઢોલરીયા, ભીમજીભાઇ સોઢા, મુકેશભાઇ કાકડીયા, બાબુભાઇ ગોહેલ, દાનાભાઇ બાભવા, રમેશભાઇ પટેલ, કરશનભાઇ વાઘેલા, વીરજીભાઇ બહુકીયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

તેમજ જીવાપર (બા) ગામના અનેક પેન્ડીંગ અને નવા કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. જેમાં તલાટી મંત્રી એ.જી. વીરડા , સરપંચ શ્રીમતિ માલુબેન ગમારા, ગામના અન્ય આગેવાનો જીલુભાઇ ગમારા, જગાભાઇ જાડા, સામતભાઇ જાડા, હરેશભાઇ ધોરીયા, સમજીભાઇ જાડા, ચકુભાઇ બાવળીયા, કાનજીભાઇ મેઘાણી વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

ત્યારબાદ સાતડા ગામના સર્વાગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તલાટીમંત્રી વી.જી. ચાવડા, સરપંચ શ્રીમતિ જીવુબેન સદાદિયા, ગામના અન્ય આગેવાનો લાખાભાઇ સદાદિયા, અમરશીભાઇ મેઘાણી, નીતેશભાઇ સદાદિયા, મનસુખભાઇ મકવાણા, સોમાભાઇ મેઘાણી, સંજયભાઇ આહીર, ઘનશ્યામભાઇ આહીર, મુકેશભાઇ મકવાણા, મંગાભાઇ ડાભી, ભાવેશભાઇ ધુળેટીયા, રાજેશભાઇ આહીર, ધમાભાઇ બાભવા, મનસુખભાઇ ડાભી, બાબુભાઇ મકવાણા, પ્રવીણભાઇ મેઘાણી, અજયભાઇ મકવાણા, મુકેશભાઇ મેઘાણી વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.આ કાર્યક્રમમાં બાદ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે સર્વે આગેવાનો અને અધિકારીઓનો આભાર માન્યો હતો અને આવી જ રીતે લોકસેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી.

Leave a Comment