રાજકોટ સિટી બસ અને BRTS એજન્સીઓને ભારે દંડ: 15 કન્ડકટર સસ્પેન્ડ

Suspended
Suspended

પરિવહન સેવાની કામગીરીનો રિપોર્ટ જાહેર કરાયો: સિટી બસમાં 512779 અને બીઆરટીએસમાં 444998 મુસાફરોએ કરી મુસાફરી

કોર્પોરેશન સંચાલીત રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા આજે જુલાઈ માસનો શહેરી પરિવહન સેવાની કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સિટી બસ અને બીઆરટીએસમાં મેન પાવર સપ્લાય કરતી એજન્સી, ફેર કલેકશન કરતી એજન્સી અને સિક્યુરીટી એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે.

બે કંડકટરોને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 13ને ટેમ્પરી પાણીચુ પકડાવી દેવામાં આવ્યું છે. જુલાઈ માસ દરમિયાન 5,12,779 લોકોએ સિટી બસ સેવાનો લાભ લીધો હતો. જ્યારે 4,44,998 લોકોએ બીઆરટીએસ સેવાનો લાભ લીધો હતો. બસ ઓપરેટર એજન્સી મારૂતી ટ્રાવેલ્સને રૂા.4.55 લાખ ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી.નાકરાણીને રૂા.19 હજાર અને સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટીને રૂા.3 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જ્યારે બીઆરટીએસમાં પણ બસ ઓપરેટર એજન્સી માતેશ્ર્વરી ટ્રાવેલ્સને રૂા.48,000, રાજ સિક્યુરીટીને રૂા.12556નો દંડ કરાયો હતો. બીઆરટીએસમાં ટીકીટ વિના મુસાફરી કરતા 4 લોકો પાસેથી દંડ વસુલ કરાયો છે.

Leave a Comment