રાજુલા-જાફરાબાદમાં ભાડા વધારા મુદે ટ્રાન્સપોર્ટરોની હડતાલ: આવેદન

રાજુલા-જાફરાબાદ તાલુકાના ટ્રાન્સપોર્ટરો દ્વારા છેલ્લા 3 દિવસથી ભાડા વધારાની માંગ સાથે હડતાલ પર ઉપરેલ છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં આવેલ પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક સીમેન્ટ, નર્મદા સીમેન્ટ, સીન્ટેક્ષ વિગેરે જેવી કંપનીઓ દ્વારા હાલના ડીઝલ પેટ્રોલના ભાવો આસમાને પહોચેલા હોય તો પણ ભાવ વધારો નહી કરવામાં આવતા ટ્રક ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામેલ છે.

આ ઉપરાંત મેઇન્ટેનન્સ ના ખર્ચમાં પધારો થયેલ હોય જેથી પણ ભાવ વધારો કરવો જરુરી હોવાનું ટ્રાન્સપોર્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા આ અંગે રાજુલા નાયબ કલેકટરને આવેદન પત્ર પણ પાઠવેલ છે. આ આવેદનમાં ભાવ વધારો નહી મળે ત્યાં સુધી હડતાલ શરુ રહેશે તેવું પણ જણાવેલ છે અમામ ટ્રક હડતાલને કારણે હજારો વાહનોના પૈડા થંભી ગયેલા છે.

Leave a Comment