રામેશ્વરમ્ ખાતે 15 વીઘામાં આકાર લેશે સૌરાષ્ટ્ર હેરીટેજ રીસોર્ટ

તામીલનાડુમાં 25 લાખની વસતી ધરાવતા મૂળ સૌરાષ્ટ્રીયન સમૂદાયના અગ્રણીઓનું કરાયું સન્માન

પ્રો. ડો. કમલેશ જોશીપૂરાના માર્ગદર્શનમાં આયોજીત ગરીમાપૂર્ણ સમારોહમાં  કુલપતિ ડો. નીતિન પેથાણી, પી.જી.વી.સીએલ.ના એમ.ડી. ધીમંત વ્યાસ, ચેમ્બર પ્રમુખ વી.પી. વૈશ્ર્નવ, નેહલ શુકલ, અતુલ પંડીત સહિત વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓની ઉપસ્થિતિ

શિક્ષણ-વ્યાપાર-કલા-સાહિત્ય-ભાષા ક્ષેત્રોમાં આદાન-પ્રદાનમાં યુવા પેઢીને સાંકડી લેવાશે

તામીલનાડુમાં 1000 વર્ષથી સ્થાયી થયેલ મૂળ સૌરાષ્ટ્રવાસી સમુદાયનાં અગ્રણીઓનું બનેલું એક પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્ર વિસ્તારની મુલાકાતે આવેલ છે તે નિમિતે જૂનાગઢ, પ્રભાસ પાટણ, દ્વારકા સહિતનાં સ્થાનોએ ભાવપૂર્ણ સ્વાગત બાદ પાંચ દિવસનાં પ્રવાસની ફલશ્રુતિ સ્વરૂપ રાજકોટ ખાતે વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, સંસ્થા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ નાગરીક સત્કાર સમારોહ આયોજીત કરાયો હતો  એન.એમ.એમ.એલ.નાં સભ્ય પ્રો. ડો. કમલેશ જોશીપુરાનાં માર્ગદર્શન હેઠળ આયોજીત આ સમારોહમાં કુલપતિ ડો . નીતીન પેથાણી, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ, પીજીવીસીએલ નાં એમ.ડી. ધીમંતભાઈ વ્યાસ, ભાજપ અગ્રણી નેહલ શુક્લ, પૂર્વપ્રધાન ઉમેશ રાજ્યગુરૂ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ અતુલ પંડિત , સહકારી અગ્રણી મુરલીધર દવે, ડો. ડી. કે. શાહ , પૂર્વ  DQP ગીરીશચંદ્રભાઈ ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

વિવિધ ક્ષેત્રોનાં 60 જેટલા અગ્રણીઓએ હાજરી આપી સન્માન કરેલ.  આ સમારોહમાં કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાત અંતર્ગત સુપ્રસિધ્ધ યાત્રાધામ રામેશ્વરમ ખાતે 6 એકરમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે ” સૌરાષ્ટ્ર હેરીટેજ રીસોર્ટ ” આકાર લેશે. ભગવાન સોમનાથજી સમક્ષ જમીનનાં પેપર્સને સોમનાથજીનાં ચરણોમાં અર્પણ કરી અને આ ભગીરથ કાર્ય માટે આર્શીવાદ પ્રાપ્ત કરેલ. સ્વ . અભય ભારદ્વાજ કે જેઓનો આ સમુદાય સાથે નાતો હતો તેમને સૌરાષ્ટ્રવાસી અગ્રણીઓએ ખાસ યાદ કરી અને ઉપસ્થિત અંશ ભારદ્વાજને સન્માન આપેલ.

પ્રતિનિધિમંડળમાં ભારત સરકારનાં માન્યતા પ્રાપ્ત ઈન્સોલ્વન્સી પ્રોફેશનલ સુવિખ્યાત ધારાશાસ્ત્રી  રામશેખર , થાંજાવુરનાં રાજકીય – સામાજીક આગેવાન  સુરેન્દ્રબાબુ, તામીલનાડુનાં વરિષ્ઠ શિક્ષણવિદ અને ધનલક્ષ્મી ગ્રુપ ઓફ કોલેજીસનાં સ્થાપક  વી.પી. રામમૂર્તિ , સાડી ઉદ્યોગનાં માંધાતા  વેંકટરામના, વરિષ્ઠ ઉદ્યોગપતિ  નાગરાજ તથા રમેશ વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની પહેલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં તત્કાલીન કુલપતિ  કમલેશ જોશીપુરા અને ઉપકુલપતિ  કલ્પક ત્રિવેદી એ 2006 માં સંપર્ક પ્રસ્થાપિત કર્યા બાદ ખૂબ જ અસરકારક આદાન – પ્રદાન ઉપક્રમો ચાલી રહેલ છે . કમલેશ જોશીપુરા 2006 થી સમગ્ર સંકલન સંભાળી રહેલ છે.  નાગરિક સન્માનનો પ્રત્યુતર મધ્યસભા અધ્યક્ષ રામશંકરે આપી સૌરાષ્ટ્રવાસીઓનાં સુવિખ્યાત રાસ – ગરબા , કચ્છી ભરતકામ અને લોકકલા ક્ષેત્રે આદાન – પ્રદાન વધારવા આહવાન કરેલ , તેઓએ રામેશ્વરમ ખાતે આકાર લેનાર રીસોર્ટ અંગે વિગતો આપેલ.

પ્રાસ્તાવિક પ્રવચનમાં  કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે 1000 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં આ સમુદાયે કાઠીયાવાડની અધિકાંશ પરંપરા જાળવી છે , આ સમુદાયને વર્તમાન ગુજરાત સાથે જોડી રાખનાર ભાષા , ભજન , બૌલાસ ( પોતાનાં ગૌત્રનું ઉચ્ચારણ ) એમ ત્રણેય ક્ષેત્રોમાં ઈતિહાસ અને સાહિત્યમાં સંશોધનની ગુંજાઈશ છે તેથી એક સંયુક્ત સંશોધન પ્રકલ્પ તૈયાર કરી શરૂ કરવાનો નિર્ણય કરેલ છે . અગાઉ પૂ.ડોલરરાઈ માંકડ અને  ઈશ્વરભાઈ દવે એ ઉત્કૃષ્ટ પ્રદાન કરેલ છે.

અખિલ હિંદ મહિલા પરિષદનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો . ભાવનાબેન જોશીપુરા દ્વારા ખાસ નિમંત્રિત કરાયેલ આ સમુદાયમાં ઉદ્યોગશીલ મહિલાઓ પણ પ્રતિનિધિમંડળમાં સામેલ છે તેઓનું સ્વાગત ડો . જ્યોતિ રાજગુરૂ,  પ્રવિણા પ્રશાંતકુમારજી , ઈતિહાસવિદ ડો.પ્રફુલ્લા રાવલ તેમજ 51 જેટલા મહિલા સંગઠનો વતી , બહેનો દ્વારા ખાસ તૈયાર કરેલ કાઠીયાવાડી તોરણ અર્પણ કરાયેલ.  કુલપતિનિતિનભાઈ પેથાણીએ ગુજરાતી ભાષા અને સૌરાષ્ટ્રીયન ભાષાનાં સમન્વાયત્મક અભ્યાસ તેમજ થાંજાવુર ચિત્રકલા અને લોકકલાનાં ક્ષેત્રે સંશોધનની જાહેરાત કરેલ

પીજીવીસીએલ નાં   એમડી વ્યાસે આ પ્રસંગે તામીલનાડુ ખાતે વાયબ્રન્ટ ગુજરાત દરમ્યાન મળેલ ઉત્તમ પ્રતિસાદનો ખાસ ઉલ્લેખ કરી ગુજરાત સરકારનાં એક આઈએએસ અધિકારી તરીકે ખાસ સ્વાગત કરેલ. નેહલ શુકલ એ સૌરાષ્ટ્રીયનની સમુદાયની યુવા પેઢીના  વિવિધ ક્ષેત્રોનાં તેજવ્વી એવા અગ્રણીઓને  નિમંત્રીત  કરી રાજકોટ ખાતે  કાર્યક્રમ અંગે ખાસ હિમાયત કરેલ.

રાજકોટ-સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ વતી રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈશ્ર્નવે  તથા જુદી જુદી સંસ્થાઓ દ્વારા  મુરલીભાઈ દવે, ડો. ડી.કે. શાહ, ગીરીશચંદ્ર ભટ્ટ, પ્રશાંતકુમારે, સહદેવસિંહ ઝાલા, ડો. રશ્મીકાંત જોશીપુરા, પ્રિ. યોગેશ ચુડાસમાએ  બાનુબેન ધકાણ,  રાજેશ મહેતા, દિપક મદલાણી તથા  ઓજસકુમાર માંકડે સમગ્ર પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતુ.

પ્રા.શિ. સમિતિ અધ્યક્ષ  અતુલ પંડિતે તથા માર્કેટીંગ યાર્ડના નરેન્દ્ર પોપટે ડો. ગૌરવ શાહ અને તબીબોએ ઉપસ્થિત  રહી સ્વાગત   કરેલ. આ પ્રસંગે ભવન અધ્યક્ષઓ આનંદ ચૌહાણ તેમજ રાજેન્દદ્ર દવે પણ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  હેરીટેજચેર ક્ધવીનર રવીસિંહ ઝાલએ કરેલ.

Leave a Comment