રાહતોનો પટારો ખૂલ્યો…. નાના ધંધાર્થીઓ માટે આર્થિક સહાયની મોટી જાહેરાત, જાણો તમને શું થશે ફાયદો

કોરોનાના બીજા વેવથી પ્રભાવિત થયેલા અને નુકશાન પામેલા અર્થતંત્ર માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રાહતનો પટારો ખોલી દીધો હતો અને જંગી રાહત પેકેજની જાહેરાત કરી હતી તે મુજબ કોરોના પ્રભાવિત સેકટર માટે કુલ 1.1 લાખ કરોડ અને આરોગ્ય ક્ષેત્ર માટે રૂા.50,000 કરોડનું જંગી રાહત પેકેજ જાહેર કર્યું હતું. અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચડાવવા અને આર્થિક નુકશાન ભરપાઈ કરવાના આશયથી કુલ 8 કલ્યાણકારી પગલાની નાણામંત્રીએ જાહેરાત કરી હતી.

કુલ 8 પ્રકારના રાહત અને કલ્યાણકારી પગલા જાહેર કરતા નાણામંત્રી સીતારમણ

આજે બપોરે પત્રકારોને સંબોધન કરતા નિર્મલા સીતારમણે કોરોનાથી પ્રભાવિત થતાં ઉદ્યોગ ક્ષેત્રો માટે અને વ્યાપાર ધંધા માટે રાહતનો બુસ્ટર ડોઝ જાહેર કર્યો હતો. કોરોના પ્રભાવિત થયા હોય તેવા સેકટર માટે 60,000 કરોડની ક્રેડીટ ગેરંટી જાહેર કરવામાં આવી હતી. અન્ય ક્ષેત્રને 8.25 ટકાના વ્યાજદરે ધીરાણ આપવાની મહત્વની ઘોષણા કરવામાં આવી હતી. નોન મેટ્રો મેડિકલ ઈન્ફાસ્ટ્રકચર માટે રૂા.50,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. હેલ્થ સેકટર માટે 7.95 ટકાના વ્યાજદરે ક્રેડીટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અન્ય સેકટર માટે લોનનો વ્યાજદર 8.25 ટકા રહેશે. નવા પ્રોજેકટને 3 વર્ષ માટે સરળ શરતો સાથે ધીરાણ પુરું પાડવામાં આવશે.

વિશ્વભરના અનેક નાના મોટા દેશોમાં કોરોનાની આર્થિક મંદીએ મોટી સમસ્યા સર્જી છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતના પટારા ખોલી દીધા છે. તેમણે પેકેજ આપતી વખતે આપેલા વકતવ્યમાં જણાવ્યું હતું કે, ભારત આ કટોકટીકાળમાં પોતાની આર્થિક શક્તિ બતાવવામાં સમર્થ નિવડ્યું છે.

વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારે લાંબાગાળાના આયોજનથી સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક બની ગયેલી કોરોનાની મંદીથી ભારતનું અર્થતંત્ર જરા પણ વિચલીત થયું નથી. આત્મનિર્ભર ભારત, સ્કીલ ઈન્ડિયા અને ખાસ કરીને ઉદ્યોગોકી વિકાસની સાથે સાથે કૃષિ અને કૃષિકારના આર્થિક ઉન્નતિ માટે લીધેલા પગલાઓ અર્થતંત્ર માટે આશિર્વાદરૂપ બન્યા છે. આર્થિક રીતે અર્થતંત્રને મજબૂત કરવા માટે લેવાયેલા 8 પગલાથી દેશનું અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધશે. આવતા ત્રિમાસીક ગાળામાં વિકાસદરને ડબલ ડીઝીટમાં લઈ જવાનું પગલું અસરકારક બનશે. ઈસીએલજીએસ ફંડીંગ લીમીટ 4 માંથી 4.5 લાખ કરોડ કરવામાં આવી છે. જ્યારે એમએફઆઈએસને 25 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નવા પ્રોજેકટોને સાકાર કરવા માટે 3 વર્ષની મુદતની લોન સહિતની યોજનાઓ થકી અર્થતંત્રને વેગવાન બનાવવામાં આવશે. નાણામંત્રીના આ બુસ્ટર ડોઝથી આર્થિક ઉન્નતિ અને અર્થતંત્રને નવી પાંખો મળશે.

કયા કયા ક્ષેત્ર માટે કઈ કઈ જાહેરાતો થઈ ??

  • કોરોનાથી પ્રભાવિત ક્ષેત્રો માટે ગેરેંટેડ સ્કીમ હેઠળ ૧.૧ લાખ કરોડ રૂપિયા ફાળવાયા
  • લોન ગેરેંટેડ સ્કીમ હેઠળ સ્વાસ્થય ક્ષેત્ર માટે ૫૦ હજાર કરોડ જ્યારે અન્ય ક્ષેત્ર માટે ૬૦ હજાર કરોડ ફાળવાયા
  • ઈમરજન્સી ક્રેડિટ લાઈન સ્કીમ હેઠળ રૂ. ૧.૫ લાખ કરોડ ફાળવાયા- નાણાં મંત્રાલય
  • કોરોનાકાળમાં નાના ધંધાર્થીને મોટી રાહત મળી, ક્રેડિટ ગેરેંટી સ્કીમ હેઠળ દર એક લાભાર્થીને રૂ. ૨૫ લાખની લોન
  • ટુરિઝમ ક્ષેત્રની ગાડી પૂરપાટ ઝડપે દોડાવવા મોટી સહાયની જાહેરાત- ટીટીએસ માટે ૧૦ લાખ, ટુરિસ્ટ ગાઈડ્સ માટે ૧ લાખ રૂપિયાની લોનની જાહેરાત
  • પ્રવાસીઓને વધુ આકર્ષવા સરકારના પ્રયાસ વિઝા કામગીરી શરૂ થતાં પ્રથમ ૫ લાખ મુસાફરોને અપાશે વગર ચાર્જે વિઝા
  • આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની અવધિ આગામી 31 માર્ચ સુધી વધી અત્યાર સુધીમાં ૨૧.૪૨ લાખ લાભાર્થીઓને રૂ. ૯૦૨ કરોડની સહાય ફાળવાઈ
  • DAP અને P&K ફર્ટિલાઇઝરની સબસીડી ફરી વધારાઈ- 27,500 કરોડથી વધારી 42,275 કરોડ કરાઈ
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર માસ સુધી લંબાવાઈ- કુલ ખર્ચ રૂ. 2.27 લાખ કરોડ થવાની સંભાવના
  • લોકોના સ્વાસ્થ્ય પર મુકાયો ભાર- હેલ્થ સેકટર માટે ફાળવાયુ વધુ રૂ. 23,220 કરોડનું ભંડોળ
  • ઈમરજન્સી હેલ્થ સિસ્ટમ પ્રોજેકટ હેઠળ રૂપિયા 15 હજાર કરોડની ફાળવણી
  • NEIA દ્વારા નિકાસ માટે રૂ. 33,૦૦૦ કરોડના પેકેજની જાહેરાત
  • રૂ. 88 હજાર કરોડનું એક્સપોર્ટ ઈન્સ્યોરન્સ કવર ફાળવાયું
  • ખેડૂતોની આવક બમણી કરવા તરફ સરકારની મોટી જાહેરાત- NERAMAC માટે રૂ. 77.45 કરોડના પેકેજની જાહેરાત
  • ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટને આગળ ધપાવવા રૂ. 19,041ના પેકેજની જાહેરાત
  • પાવર ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ હેઠળ રૂ. 3.03 લાખ કરોડની ફાળવણી
  • અર્થવ્યવસ્થા માટે ફાળવાયુ રૂ. 6.29 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ

Leave a Comment