વિસાવદર આવતી મેંદરડા-બગસરા રૂટની  એસ.ટી.બસને પૂન: શરૂ કરવા રજૂઆત

વિસાવદર આવતી મેંદરડા -બગસરા રૂટની  જૂની એસ.ટી. બસ પૂન: શરૂ કરવા  ટીમ ગબ્બર દ્વારા રજૂઆત કરવામાં  આવી છે.

ટ્રાફિક ક્ધટ્રોલર જુનાગઢ, બગસરા   કલેક્ટર જુનાગઢ, ડેપો મેનેજર, અમરેલી, નાયબ મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, સ્થાનિક લોકો તરફથી રજુઆત મળેલ છે કે,બગસરા ડેપોની બગસરા-મેદરડાં ની એસ.ટી.બસ વાયા વિસાવદર થઈને ચાલતી હતી જે બસ બગસરા ડેપો દ્વારા બંધ કરવામા આવેલ છે.તેનાથી બગસરા, વિસાવદર,તથા મેંદરડા તાલુકાની પ્રજાને ખૂબ જ મોટી અગવડતા અને હેરાનગતી ઉભી થયેલ છે તેમજ મેંદરડાથી વિસાવદર આવતી જૂનાગઢ ડેપોની મેંદરડાથી-વિસાવદર આવતી એસ.ટી.બસ પણ વર્ષોથી ચાલુ હતી અને આ એસ.ટી.બસમાં પણ પૂરતો ટ્રાફિક મળતો હતો એમ છતાં પણ કોઇ કારણોસર આ બસોને બંધ કરી દેવામાં આવેલ છે.

એક બીજા તાલુકાને જોડતી આ બસો બંધ થવાથી લોકોને કામ માટે ઉપયોગી એક માત્ર એસ.ટી બસની સુવિધા હતી તે પણ ઝૂંટવી લેવામાં આવેલ છે આ બસોમાં પૂરતો ટ્રાફીક હોવા છતાં બંધ કરી દેવાતા આ વિસ્તારની પ્રજાને ખૂબ જ મુશ્કેલી પડે છે પ્રજાની સુખ સગવડતાં  માટે આ બસો ચાલું હતી તે બંધ કરવાથી મુસાફરોને ખુબજ અગવડતા અને હેરાનગતિ ઉભી થાય છે.એક તરફએસ.ટી.તંત્ર હાથ ઊંચો કરો અને બસ ઉભી રાખી તેમાં  બેસવાની જાહેરાત કરી મુસાફરોને આકર્ષવા પ્રયાસો  કરે છે.ત્યારે બીજી તરફ એસ.ટી.ના પૂરતા ટ્રાફિક વાળી બસો બંધ કરાતી હોવાની સ્થાનિક લોકોની રજુઆત છે.

જેવ્યાજબી કારણની હોય તાત્કાલિક આ એસ.ટી.બસને ફરીથી ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી/ કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જ્વાબ નાગરિક અધિકારપત્ર અન્વયે અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા અરજ સહ વિનંતી કરેલ હોવાનુ ટિમ ગબ્બરના વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

Leave a Comment