શાપર: એગ્રો પ્રોડક્ટના નામે છેતરપિંડી આચરતો ‘ઠગ’ ઝડપાયો

શાપર-વેરાવળ અને જેતપુરની પેઢીના નામે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યના વેપારી પાસેથી રૂા.18.30 લાખની ઠગાઇ કરવાના ગુનોનો રાજકોટ એલ.સી.બી.એ ભેદ ઉકેલી ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામના શખ્સની ધરપકડ કરી મોબાઇલ, લેપટોપ અને રોકડ મળી રૂા.39 હજારનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

એલ.સી.બી.એ માર્કેટીંગ મેનેજરને ઉઠાવી અનેક વેપારીને શિકાર બનાવ્યાની કબૂલાત: ગુજરાત સહિત ચાર રાજ્યમાંથી રૂા.18.30 લાખની કરી ઠગાઇ : શાપર અને જેતપુરની પેઢીના નામે કૌભાંડ આચર્યું

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતા-જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી. બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે પી.આઇ.એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

પેટ્રોલીંગ દરમિયાન ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામે રહેતો માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતો મિલન રાજેશ સખીયા નામનો ટર્મ એગ્રીકલ્ચર પ્રોડક્ટના ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ચાર-રાજ્યના વેપારી સાથે છેતરપિંડી આચાર્યાનું એલ.સી.બી.ના કોન્સ્ટેબલના બાલકૃષ્ણ ત્રિવેદી અને પ્રકાશભાઇ પરમારને મળેલી બાતમીના આધારે મિલન સખીયાની અટકાયત કરી હતી.

મિલન સખીયાએ શાપરની હોટર સોલાર ઇક્વીપમેન્ટ નામની પેઢીના કર્મચારી અને પેઢીના સંચાલક તરીકે ઓળખ આપી ગુજરાત, એમ.પી., કર્ણાટક અને મહારાષ્ટ્રના વેપારીઓને સોશ્યલ મિડિયાના માધ્યમથી સંપર્ક કરી લોભામણી એસ્ટીમેટ અને પ્રાઇઝ લીસ્ટ બનાવી વેપારી પાસેથી રૂા.18.30 લાખની ઠગાઇ કર્યાની કબૂલાત આપી હતી.

આ ઉપરાંત શાપર બે પેઢી અને જેતપુર પેઢીના નામે છેતરપીંડી કરી હતી. ઝડપાયેલા શખ્સે ખેતીવાડી પ્રોડક્ટના વેપારીઓને વિશ્ર્વાસમાં લેવા ગુગલ પરથી જાણીતા વેપારીઓના નામ-સરનામાં અને પ્રોડક્ટના ફોટો અપલોડ કરી તેમાં એડીટીંગ કરી ઓછા ભાવનું પ્રાઇઝ લીસ્ટ મોકલી બેંક અને આંગડીયા પેઢી મારફતે પૈસા મેળવી છેતરપીંડી આચર્યો હતો.

એલ.સી.બી.ના પી.આઇ.એ.આર. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ જાની, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અને ઘનશ્યામસિંહ જાડેજા સહિત સ્ટાફે કામગીરી બજાવી હતી.

Leave a Comment